ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્ય પ્રદેશની મતગણતરીમાં ભાજપે કોંગ્રેસને પાછળ છોડી બહુમતીનો આંકડો પાર કર્યો

Text To Speech
  • ભાજપ 133 સીટોથી તો કોંગ્રેસ પાર્ટી 93 સીટોથી આગળ જોવા મળી

મધ્યપ્રદેશ, 3 ડિસેમ્બર : આજે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. સવારે 8 વાગ્યાથી વિધાનસભા ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ ચૂકી છે. મત ગણતરીના પ્રારંભિક તબક્કામાં ભાજપ આગળ રહેલી જોવા મળી રહી છે. જેમાં મત ગણતરી શરૂ થયાના દોઢ કલાક બાદ ભારતીય જનતા પાર્ટીએ બહુમતીનો આંકડો પાર કર્યો છે અને 133 સીટો પર લીડ હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 93 સીટો પર લીડ મળતી દેખાઈ રહી છે. 4 બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યું છે.

પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ પાસે બહુમતી, બેલેટ પેપરમાં શિવરાજ પર વિશ્વાસ અકબંધ

મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો માટે ટ્રેન્ડ આવી ગયો છે. શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતીનો આંકડો પાર કર્યો છે. શરૂઆતના દોઢ કલાક બાદ ભાજપને 133 સીટો પર લીડ મળી છે. બેલેટ પેપરમાં મુખ્યમંત્રી શિવરાજ પર વિશ્વાસ અકબંધ રહેલો જોવા મળી રહ્યો છે.

 

ચૂંટણી પંચે મધ્યપ્રદેશની 45 વિધાનસભા બેઠકો પરના વલણો જાહેર કર્યા છે. જેમાંથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સિવાય ભારત આદિવાસી પાર્ટીનું નામ પણ લીડર બોર્ડમાં સામેલ છે. રતલામ જિલ્લાની સાયલાના વિધાનસભા બેઠક પર ભારત આદિવાસી પાર્ટીના કમલેશ્વર ડોડિયાર આગળ ચાલી રહ્યા છે

આ પણ જાણો :તેલંગાણા: મતગણતરીમાં કોંગ્રેસ બહુમત તરફ, BRS 41 સીટથી આગળ

Back to top button