ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણી માટે પિતાએ કરી અપીલ, “મારો છોકરો કોઈ કાળે ના જીતવો જોઈએ!”

કોચી (કેરળ), 09 એપ્રિલ: સામાન્ય રીતે ચૂંટણી વોટર્સ પાસે વોટ કરવાની અપીલ કરાતી હોય છે અને તેમાં પણ જો નેતાનો છોકરો ચૂંટણીમાં ઊભો હોય તો નેતાઓ બમણું જોર લગાવતા હોય છે પોતાના છોકરાઓને જીતાડવા માટે પણ કેરળમાં આનાથી ઉલ્ટી ગંગા વહી રહી છે. હકીકતમાં વાત એમ છે કે કેરળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એ.કે. એન્ટોનીના દીકરા અનિલ એન્ટોની કેરળની પત્તનમથિટ્ટા લોકસભા સીટ પરથી બીજેપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આથી એ.કે. એન્ટોની લોકસભા ચૂંટણીના મેદાનમાં વોટર્સને અપીલ કરી રહ્યા છે કે ” મારો છોકરો કોઈ કાળે ના જીતવો જોઈએ!”એ કે એન્ટોનીએ એક પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ક્હ્યું કે મારા છોકરાની પાર્ટીને હરાવવી જોઈએ અને તેની વિરુદ્ધ ઊભા રહેલા ઉમેદવારની પાર્ટી કોંગ્રેસને જીતાડવી જોઈએ.

કોંગી નેતાઓના છોકરા ભાજપમાં જોડાયા

રાજકારણમાં એક જ પરિવારના લોકો સત્તા માટે અલગ અલગ પક્ષોમાં જોડાઈને રાજનીતિની કારકીર્દીની શરૂઆત કરતા હોય છે.કેરળ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કોંગી નેતાઓના છોકરાઓ ભાજપમાં જોડાય તેને ગેરવ્યાજબી ઠરાવ્યુ હતું. એન્ટોનીને જ્યારે તેમના છોકરાની રાજનીતિ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે રિએક્શન આપ્યું કે, ” કોંગ્રેસ મારો ધર્મ છે ” એન્ટોનીએ વધુમાં જણાવ્યું હતું કે મારી પાર્ટી સતત પીએમ મોદી, ભાજપ અને આરએએસની સામે સતત લડી રહી છે.”

એકે એન્ટોનીનો કોંગ્રેસ માટેનો પ્રચાર

કેરળના સીએમના પિનારાઈ વિજયનના આરોપો પર વિશે પ્રશ્ન પુછાતા જવાબમાં એન્ટોનીએ જણાવ્યું હતું કે “મને નથી લાગતું કે કેરળના લોકો મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના આરોપોને ગંભીરતા લેશે.” કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આ પહેલા પણ લોકસભા ચૂંટણી ઉપર ‘કરો યા મરો’નું સૂત્ર આપીને જણાવ્યું હતું કે આ લોકસભા ચુંટણી નક્કી કરશે કે ભારતની અવધારણા અસ્તિત્વમાં રહેશે કે નહી. I.N.D.I.A બ્લોક દરરોજ સતત આગળ વધી રહ્યો છે અને ભાજપ નીચે જઈ રહ્યું છે. મને લાગે છે કે અમારા માટે સરકાર બનાવવાની તક રહેલી છે.

કેરળ સીએમ પિનારાઈ વિજયન

દક્ષિણ ભારતમાં વામપંથી વિચારધારાનું વર્ચસ્વ વધારે જોવા મળે છે.અને કેરળમાં તો કોમ્યુનિસ્ટ પાર્ટી રુલિંગ પાર્ટી છે.જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનો પગ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા માટે વાયનાડથી ઉમેદવારી કરી નોંધાવી છે. સીએમ વિજયને ભાજપ અને કોંગ્રેસ પર તીર તાકતા કહ્યું હતું કે રાજ્યના અનેક જિલ્લાઓમાં વિકાસના કામો કરવા છતાં આ લોકો કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવા અને કેરળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બોર્ડને ટાર્ગેટ બનાવવા સાથે મળીને કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: અજબ-ગજબ નામ ધરાવતા રાજકીય પક્ષો ચૂંટણીમાં ઉતર્યા છે, જાણો મજાની વાતો

Back to top button