ગુજરાત

વિદ્યા સાધના યોજના હેઠળ અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીનીઓને છેલ્લા બે વર્ષમાં સરકારે આપી અટલી સહાય

Text To Speech

આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે,ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દૂરના અંતરે આવેલી હોવાથી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓમાં સામાન્યતઃ ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શિક્ષણ ચાલુ રાખે તે હેતુથી વિદ્યા સાધના યોજના 1995માં શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીનીના રહેઠાણથી શાળા દૂર હોય તો પણ તેનો અભ્યાસ અટકે નહી.

આ પણ વાંચો : કેનેડા : 700 ભારતીય વિદ્યાર્થીઓને દેશ છોડવા માટે આપી નોટિસ

આજે વિધાનસભા ખાતે રાજકોટ જિલ્લામાં ધોરણ-9 માં અભ્યાસ કરતી અનુ. જનજાતિની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કુલ 19 જિલ્લાઓમાં 74,499 સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે જેનો કુલ ખર્ચ રૂ. 3,229,58 કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 170 અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકાલોનું વિતરણ કરવામાં આવ્યું છે જેનો કુલ ખર્ચ રૂ. 7,37,954 કરવામાં આવ્યો છે.

રાધવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારના લાભાર્થીના રહેઠાણની મર્યાદા 2.50 કી.મી અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લાભાર્થીના રહેઠાણની મર્યાદા 3 કી.મી દૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારની કૌટુંબિક આવક રૂ.1,20,000 સુધી અને શહેરી વિસ્તારમાં રૂ. 1,50,000 પણ દૂર કરી 6 લાખ કરવામાં આવી છે.

Back to top button