સ્માર્ટ સિટી સુરત બન્યુ ક્રાઈમ સિટી: છેલ્લા 24 કલાકમાં જ હત્યાના 3 બનાવો
સ્માર્ટ સિટી સુરતમાં ગુનાખોરો બેફામ બન્યા છે. છેલ્લા કેટલાય સમયથી સુરતમાં ગુનાખોરો અંકુશમાં આવી રહ્યા નથી અને સતત બનાવો વધી રહ્યાં છે. ત્યારે સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાના બનાવો સામે આવ્યા છે. શહેરના પંડોળ વિસ્તારમાં મોડી રાત્રે એક ઝવેરીની હત્યા કરવામાં આવી હતી. જ્યારે લાલગેટ વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે અન્ય એક યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવતા ચકચારી મચી જવા પામી છે. ત્યારે થયેલી હત્યાની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
છેલ્લા 24 કલાકમાં 3 હત્યાના બનાવો
સુરત શહેરના પંડોળ વિસ્તારમાં મોડી રાત્રે એક ઝવેરીની હત્યા કરવામાં આવી હતી. જ્યારે તે જ દિવસે લાલગેટ નજીકના વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે અન્ય એક યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરાય હતી. જે બાદ અન્ય પણ ઘટનાની જાણ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
સુરતમાં ગુનાખોરો બેફામ બન્યા
મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં ગુનાખોરોનો ત્રાસ વધી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં જ સુરતમાં ત્રણ જેટલા હત્યાઓના બનાવને પગલે સુરત પોલીસ દોડતી થઈ છે. ત્યારે સુરતના લાલ ગેટ, લીમડા ચોક વિસ્તારમાં મોડી રાતે એક યુવાન બેગ લઈને ફૂટપાથ ઉપર સુઈ રહ્યો હતો. તે દરમિયાન ત્રણ જેટલા ઈસમો યુવકને બેગમાં જે પણ વસ્તુ હોય તે આપવા માટે જણાવ્યું હતું. અને જો તે વસ્તુ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેથી યુવકે પોતાની બેગ આ યુવાનને આપી દીધી હતી. જોકે આ બેગમાં એક પણ વસ્તુ ન હોવાને કારણે આ ત્રણેય યુવાનો ત્યાંથી જતા રહ્યા હતા. પરંતું મળેલી ધમકીના પગલે યુવક ગભરાઈ ગયો હતો અને આ ત્રણેય તેની હત્યા કરી નાંખશે તેઓ ભય ઉભો થયો હતો.
આ પણ વાંચો: સુરત: મનપાની બેદરકારીએ જનતા ખખડી ગયેલી સિટી બસોમાં મુસાફરી કરવા મજબૂર