છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ઉમરપાડામાં સૌથી વધુ 5 ઇંચ
- રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ કુલ 22.62 ટકા વરસાદ
- રાજ્યના 50 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો
અમદાવાદ, 06 જુલાઈ : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના ઘણા તાલુકાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
નવસારીના વાંસદામાં અને વલસાડના કપરાડામાં પણ સાડા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડાની વાત કરીયે તો ઉમરપાડા ઉપરાંત નવસારીના વાંસદામાં સાડા ચાર ઈંચ, વલસાડના કપરાડામાં પણ સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના ખેરગામમાં સવા ચાર ઈંચ, વલસાડના પારડીમાં ચાર ઈંચ, સુરતના કામરેજમાં પણ ચાર ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં પોણા ચાર ઈંચ, ડેડીયાપાડામાં સાડા ત્રણ ઈંચ, ડોલવણમાં પણ સાડા ત્રણ ઈંચ, તિલકવાડામાં સાડા ત્રણ ઈંચ, ઉમરાળામાં સવા ત્રણ ઈંચ, બારડોલીમાં ત્રણ ઈંચ,ધરમપુરમાં પણ ત્રણ ઈંચ, નવસારીના ચીખલીમાં પોણા ત્રણ ઈંચ, સુરતના મહુવામાં અઢી ઈંચ, ડાંગના વઘઈમાં પણ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સવા બે ઈંચ, સુરતના માંગરોળમાં સવા બે ઈંચ, નેત્રંગમાં બે ઈંચ, સોનગઢમાં બે ઈંચ, જલાલપોરમાં પણ બે ઈંચ, વાપી તાલુકામાં પણ બે ઈંચ, ભાવનગરમાં પોણા બે ઈંચ, ગણદેવીમાં પણ પોણા બે ઈંચ, સિનોરમાં દોઢ ઈંચ, ગળતેશ્વર, માંડવીમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 50 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : 12મી જુલાઈના રોજ નેપાળમાં વિશ્વાસ મત, દોઢ વર્ષમાં પાંચમી વખત વડાપ્રધાન પ્રચંડ કરશે સામનો
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 22.62 ટકા વરસાદ
અત્યાર સુધીમાં સીઝનના વરસાદની વાત કરીયે તો રાજ્યમાં સરેરાશ કુલ 22.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો અત્યાર સુધીમાં 30.21 ટકા, કચ્છ ઝોનમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.63 ટકા, દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.44 ટકા જયારે ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.66 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
આ પણ વાંચો : ઈરાનની પ્રમુખની ચૂંટણીમાં હિજાબવિરોધી મસૂદની જીત, કટ્ટરપંથી જલિલીને હરાવ્યા