છેલ્લા 122 વર્ષમાં ગુજરાતમાં આટલા વાવાઝોડાએ મચાવી તબાહી, વાંચો આ અહેવાલ
તાજેતરમાં દેશ અને રાજ્યમાં ટકરાયેલ તાઉતે વાવાઝોડાનાં 2 વર્ષ બાદ રાજ્યના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. ગુજરાતના દરિયાકાંઠાથી 1120 કિલોમીટર દૂર દરિયામાં વાવાઝોડાના સંજોગો ઊભા થયા છે. ભારતીય હવામાન વિભાગે આપેલી વિગતો મુજબ દરિયામાં સર્જાયેલી લૉ-પ્રેશર સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. આ વાવઝોડાને બાંગ્લાદેશે ‘બિપોરજોય’ નામ આપ્યું છે. આ ચક્રવાતનો ગુજરાતીમાં ‘આફત’ એવો અર્થ થાય છે.
1901થી 2022 સુધીમાં આટલા વાવાઝોડા ગુજરાતે સહન કર્યા
મહત્વનું છે કે વર્ષ 1901 થી 2022 સુધીના છેલ્લા 122 વર્ષના ડેટા પ્રમાણે અરબી સમુદ્રમાં ચક્રવાતો બનવાની પ્રક્રિયામાં સતત વધારો થતો આવ્યો છે. ચક્રવાતી વિક્ષોપ ડિપ્રેશનથી લઇ સુપર સાયક્લોનિક સ્ટ્રોમ સુધી 7 પ્રકારના ચક્રવાત સર્જે છે. 122 વર્ષમાં અરબી સમુદ્રમાં 232 ચક્રવાતી વિક્ષોપ બન્યાં છે. જે પૈકી 124 વિક્ષોપે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
30 ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠે ટકરાયા
છેલ્લા 62 વર્ષમાં અત્યાર સુધીમાં અરબી સમુદ્રમાંથી સર્જાયેલા 30 ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠે ટકરાયા છે. છેલ્લા 62 વર્ષમાં અરબી સમુદ્ર આ મામલે વધુ એક્ટીવ થયો હોય તેમ દર 30 વર્ષે 15 ચક્રવાતી વિક્ષોપ વધુ બની રહ્યા છે. 8 સમુદ્રી ચક્રવાતના કારણે 4255 માનવ મૃત્યુ સાથે 1,57,248 પશુએ જીવ ગુમાવ્યો હતો. કુલ 366.05 કરોડથી વધુનું નુકશાન પહોંચ્યું હતું.
અરબી સમુદ્રમાં સાયક્લોન વધવાનું શું છે મુખ્ય કારણ?
અરબી સમુદ્રમાં સાયક્લોન વધવાનું મુખ્ય કારણ ક્લાઇમેન્ટોલોજીસ્ટ સાયન્ટીસ્ટ રોક્સી મેથ્યુકોલના રિસર્ચ પ્રમાણે સમુદ્રની સપાટીનું વધતું તાપમાન છે. મધ્ય લેવલે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. 2019 માં અરબી સમુદ્રમાં સૌથી વધુ 5 સાયક્લોન બન્યા હતા. અરબી સમુદ્રના કુલ ચક્રવાત પૈકી 24.19% રેશિયા સાથે 30 ચક્રવાત ગુજરાત પર ત્રાટકી ચૂક્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આવી રહ્યુ છે બિપોરજોય વાવાઝોડું