કડી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મળ્યા ઘઉંના ઐતિહાસિક ભાવ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેતીમા ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયુ છે. રાજ્યમાં અનેક ખેડૂતોનો ઘઉંનો તૈયાર થયેલો પાક પલળી જતા ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યું છે. ત્યારે આજે કડી માર્કેટ યાર્ડમાં ઘઉના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કડી માર્કેટ યાર્ડમાં ઘઉંના ઐતિહાસિક ભાવ
મહેસાણાના કડી માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોને ઘઉના ઐતિહાસિક ભાવ મળ્યા છે. કડી માર્કેટ યાર્ડમાં ઘઉના 802 રૂપિયાના ઐતિહાસિક ભાવ મળી રહ્યા છે. કડી માર્કેટયાર્ડમાં છેલ્લા દસ દિવસથી ઘઉની 35 હજાર 810 બોરીની આવક નોંધાઈ હતી. ત્યારે ગઈ કાલે પણ ઘઉંની 4 હજાર 600 બોરીની આવક થઇ હતી.
160 રૂપિયાના ઉછાળા સાથે ઉંચામાં 802 રૂપિયા ભાવ
કડીના કોટન માર્કેટ યાર્ડમાં ઘઉંની હરાજી કરવામા આવી હતી, જેમાં ઘઉમાં 160 રૂપિયાના ઉછાળા સાથે ઉંચામાં 802 રૂપિયા ભાવ બોલાયા હતા.જ્યારે ખેડૂતોને નીચામાં નીચા 440 રૂપિયા સુધી ભાવ મળ્યા હતા. કડી માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ઘુની આવક થઈ છે.
આ પણ વાંચો : અમદાવાદ: કચ્છ હાઇવે પર ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત બે લોકોનાં મોત, 12 ઇજાગ્રસ્ત