ગુજરાત

જેસર રેવન્યૂ વિસ્તારમાં સિંહ પાછળ વાહન દોડાવી પજવણીનો વીડિયો વાયરલમાં કરનારા બે ઝડપાયા

Text To Speech

વેરાવળઃ ગીર જંગલની બોર્ડર પર જેસર, મહુવા, પાલિતાણા પંથકના બૃહદગીરમાં સાવજોએ વસવાટ પુનઃ સ્થાપિત કર્યો છે. ત્યારે કેટલાક વિકૃત આનંદ લેનારા શખ્સો સિંહની પજવણી કરતા હોય છે. વારંવાર આવા કિસ્સા સામે આવે છે. ત્યારે બે દિવસ પૂર્વે સિંહની પજવણીનો વધુ એક કિસ્સો વાયરલ થયેલા વીડિયો મારફતે વન તંત્રના ધ્યાને આવતા આરોપીઓ સુધી પહોંચી તેઓને પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ઇકો કાર જપ્ત કરી

વિકૃત આનંદ લેવા પજવણી કરી
બૃહદગીર વિસ્તારમાં રહેતા સિંહો સામે સ્થાનિક ખેડૂતો-પશુપાલકોને પણ સિંહો પ્રત્યે ખાસ અણગમો નથી. સિંહો સૌરાષ્ટ્ર અને ગીરનું ઘરેણું છે ત્યારે લોકો સિંહો જોઈ રોમાંચિત થઈ રહ્યા છે. પરંતુ કેટલીક વાર વિકૃત આનંદ માટે સિંહની પજવણી કરી બેસતા હોય છે અને પોતે શેખી મારવા વીડિયો વાયરલ કરી ગૌરવ મેળવતા હોય છે.

સિંહો પાછળ સ્પીડમાં કાર દોડાવી હતી
બે દિવસ પૂર્વે શેત્રુંજય ડિવિઝન નીચેના જેસર રેવન્યૂ વિસ્તારમાં એક સિંહ જોવા મળતા ઇકો કારમાં સવાર લોકોએ તેની પાછળ સ્પીડમાં કાર દોડાવી હતી. તેટલું જ નહીં ઘણાં અંતર સુધી કાર દોડાવ્યે રાખી હતી અને વીડિયો પણ ઊતાર્યો હતો. જે વાયરલ થયો હતો.

પોલીસે બેની ધરપકડ કરી
આ વીડિયો વન વિભાગને હાથ લાગતા આ ગુનામાં સંડોવાયેલ શખ્સોની ઓળખ કરી જેસરના ઝડકલા ગામના મનસુખ બારૈયા અને વિનોદ બારૈયાની ધરપકડ કરી છે. આરોપીઓ સામે જુદી-જુદી કલમો તળે ગુનો નોંધી ઇકો કાર જપ્ત કરી હતી.

Back to top button