ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હાઈકોર્ટમાં વકીલો વીડિયો કોન્ફરન્સથી દલીલ કરી શક્શે, ત્યાં હાજર રહેવાની જરુર નહીં રહે

  • હાઈકોર્ટે પ્રત્યક્ષ સુનાનણી સાથે ઓનલાઈનનો વિકલ્પ પણ ખુલ્લો મૂક્યો.
  • ગુરુવારથી પ્રાયોગિક ધોરણે બે કોર્ટમાં અમલ, ભવિષ્યમાં આગળ વધારાશે.

ગુજરાત હાઇકોર્ટે વકીલોને રાહત આપતો નિર્ણય કર્યો છે. હાઇકોર્ટના વકીલો અને સિનિયર કાઉન્સિલને કેસની સુનાવણીમાં દલીલ કરવા રૂબરૂ હાજર નહીં રહેવું પડે. કોઇ વકીલ બહારગામ હશે તો પણ વીડિયો કોન્ફરન્સથી પણ કેસમાં જોડાઇ શકશે. હાઇકોર્ટે પ્રત્યક્ષ સુનાવણીની સાથે ઓનલાઇન સુનાવણીનો વિકલ્પ પણ ખુલ્લો મુકતા વકીલોને રાહત મળી છે. હાઇકોર્ટના એકટિંગ ચીફ જસ્ટિસ એ.જે દેસાઇએ તેના માટે સ્પેશ્યલ ઓપરેટિંગ પ્રોસિજર ઘડી છે.

આગામી ગુરુવારથી સુવિધા શરૂ કરવામાં આવશે. હાલ આ નિર્ણય બે કોર્ટ પૂરતો કરવામાં આવ્યો છે. પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલો પ્રોજેકટ સફળ થશે તો તેને આગળ વધારવામાં આવશે.

આ પણ વાંચો: ISKP સાથે સુરતના કેટલાક યુવક જોડાયા હોવાની શંકા

કોરોના દરમ્યાન હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી શરૂ કરાઇ હતી. તેની સફળતા બાદ કોર્ટે વકીલોને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવાના નિર્ણયને મરજીયાત બનાવ્યો છે. વકીલ વિદેશ કે બહારગામ હોય તો પણ પોતાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી દલીલો કરી શકશે. આ નિર્ણયને લીધે કેસમાં ખોટી મુદતોથી બચી શકાશે. કેસની યાદી બહાર પડે તે પછી પોતાના એનરોલ નંબર દ્વારા કેસ નંબર સાથે વિગતો ભરીને મેઇલ કરવાનો રહેશે.

વકીલે સ્ક્રીન પર પોતાના નામથી જોડાવું પડશે:

વિડીયો કોન્ફરન્સથી જોડાતા વકીલે સ્ક્રીન પર પોતાનું નામ રાખવાનું રહેશે. જેથી કોર્ટરૂમમાં તેમને જોડતી વખતે સરળતાથી કયા પક્ષે વકીલ હાજર થયા છે તે જાણી શકાય. તેમના ગેઝેટની સ્ક્રીનનું નામ અન્ય કોઇ વ્યકિતના નામનું ન હોવું જોઇએ. સિરિયલ નબંર મુજબ ચાલતા કેસની સુનાવણી દરમ્યાન એડવોકેટને વેઇટિંગ રૂમમાં રહેવાની સુવિધા કરવામાં આવી છે. કોર્ટ માસ્ટર દ્વારા વકીલને સુનાવણીમાં જોડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

સવારે 10 સુધીમાં ઓનલાઈન જોડાવું પડે:

વકીલ ગેરહાજ૨ હોવાનું કારણ ધરીને લેવાતી મુદતો ઓછી થશે તેનો લાભ પક્ષકારોને અને કોર્ટને મળશે. વકીલો બીજા રાજય કે શહેરમાં કેસ લડવા ગયા હશે તો પણ હાઇકોર્ટના કેસમાં જોડાઇ શકશે. કેસની યાદી તૈયાર થાય પછી 10 વાગ્યા સુધીમાં ઓનલાઈન જોડાવાની મંજૂરી લેવી પડશે. એ પછી રજિસ્ટ્રી ઇ-મેઇલથી લિંક મોકલશે. વકીલ કોઇ વિકલ્પ ન આપે તો પ્રત્યક્ષ સુનાવણીમાં હાજર રહેવાનું મનાશે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર દ્વારા 1 કરોડ બાળકો માટે હેલ્થ ચેકઅપ અભિયાનનો પ્રારંભ

Back to top button