ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાળાસાહેબના સુવર્ણકાળમાં પહેલીવાર તૂટેલી શિવસેના ઉદ્ધવના કાળમાં વેર વિખેર

Text To Speech

એકનાથ શિંદે એક સમયે ઓટોરિક્ષા ચલાવતા હતા. પરંતુ, શિવસેનામાં જોડાયા પછી, સમયનું ચક્ર એવું બદલાયું કે તેઓ ઠાકરે પરિવાર પછી પક્ષના સૌથી મજબૂત નેતાઓમાંના એક બની ગયા. આજે એ જ શિંદે શિવસેનાના 35 ધારાસભ્યોને લઈને ખાનગી વિમાનમાં મહારાષ્ટ્રથી ગુજરાત અને ગુજરાતથી ગુવાહાટી જઈ રહ્યા છે. એક સમયે શિવસેના સામે બળવો કરનારા નેતાઓ મજબૂર દેખાતા હતા, આજે શિંદે મજબૂત દેખાઈ રહ્યા છે. જેના ઈશારે શિવસેનાના ધારાસભ્યો બધુ કરવા રાજી થઈ જતા હતા. આજે માત્ર તેના ધારાસભ્યો જ માતોશ્રીની પહોંચની બહાર જોવા મળે છે.

શિંદે પ્રકરણ વિશે વાત કરતાં પહેલાં જરા પાછળ જઈએ. વર્ષ 1990. કહેવાય છે કે બાળાસાહેબ ઠાકરેનો સુવર્ણકાળ ચાલી રહ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના 52 ધારાસભ્યો ચૂંટાયા બાદ આવ્યા હતા. પાર્ટી વિધાનસભામાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી બની ગઈ હતી. બાળાસાહેબ ઠાકરેએ મનોહર જોશીને વિપક્ષના નેતા બનાવ્યા. આ એ સમય હતો જ્યારે પાર્ટીના કાર્યકર્તાઓ બાળાસાહેબના કહેવા પર કામ કરતા હતા. પરંતુ, તે સમયે તેમના એક ખાસ નેતાએ જ આ બાબતે તેમની સામે બળવો કર્યો હતો.

જોશીને મહત્વ મળતા ભુજબળે સાથ છોડ્યો
બાળાસાહેબ અને શિવસેનાને આ પહેલો ફટકો હતો. પાર્ટી અન્ય પક્ષના કોઈ નેતાએ પણ વિચાર્યું ન હતું કે બાળાસાહેબ સામે કોઈ બળવો કરશે. પરંતુ તે ધારાસભ્ય અન્ય 9 ધારાસભ્યો સાથે પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. એ ધારાસભ્યનું નામ છે છગન ભુજબળ છે. તેઓ આજે NCPમાં છે અને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે. તે સમયે ભુજબળ વિપક્ષના નેતા બનવા માંગતા હતા અને બાળાસાહેબે જોશીને બનાવ્યા હતા. ભુજબળ અગાઉ બાળાસાહેબના આશીર્વાદ હેઠળ મુંબઈના મેયર તરીકે સેવા આપી ચૂક્યા હતા. છગન ભુજબળે પાર્ટી છોડી ત્યારે બાળાસાહેબ તેમને ‘લાખોબા લોખંડે’ કહીને બોલાવતા હતા. તે પ્રખ્યાત મરાઠી નાટક ‘ટુ મી નાવેચ’માં એક કંલકિત પાત્ર હતું.

છગન ભુજબળ

તે સમયે શિવસેના સામે બળવો કરવો સરળ ન હતો. પરંતુ, ભુજબળને શરદ પવારનું સમર્થન હતું. આવી સ્થિતિમાં શિવસૈનિકો લાખ પ્રયત્નો પછી પણ તેમને નુકસાન પહોંચાડી શક્યા ન હતા. જો કે, તેમના ઘરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ભુજબળને પવારનો ટેકો મળ્યો. બાદમાં જ્યારે પવારે કોંગ્રેસ તોડીને પોતાની પાર્ટી બનાવી ત્યારે તેઓ તેમની સાથે ગયા અને 2008માં ડેપ્યુટી સીએમ બન્યા.

નારાયણ રાણે

 

જેને મુખ્યમંત્રી બનાવ્યા તેમણે બળવો કર્યો
નારાયણ રાણે જે શિવસેનામાં એકમાત્ર એવા નેતા હતા જેમણે શરૂઆતથી મંજિલ સુધીની સફર જોઈ હતી. તેઓ શિવસેનામાં શાખાના વડા તરીકે જોડાયા હતા. બહુ ઓછા સમયમાં તેઓ બાળ ઠાકરેની નજીક પહોંચી ગયા. ચેમ્બુરના કોર્પોરેટર હતા અને કોંકણ પ્રદેશમાં મજબૂત આધારસ્તંભ બન્યા હતા. જ્યારે નારાયણ રાણેએ પોતાની આક્રમક શૈલીને કારણે લોકોમાં સ્થાન બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેઓ બાળાસાહેબની પસંદગી પણ બની ગયા. પાર્ટીએ તેમને રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા અને 1999માં મુખ્યપ્રધાન બનાવ્યા. જો કે તેમનો કાર્યકાળ માત્ર 8 મહિનાનો હતો. બાદમાં 2003માં તેઓ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા. પરંતુ 2005માં તેમણે ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો અને પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા. પાર્ટી છોડતી વખતે નારાયણ રાણેએ આરોપ લગાવ્યો હતો કે શિવસેનામાં ઉમેદવારોને ટિકિટ અને પદ વેચવામાં આવી રહ્યા છે. જે બાદ તેઓ કોંગ્રેસમાં ગયા હતા.

રાજ ઠાકરે

 

રાજ ઠાકરે બાળાસાહેબના માર્ગે ચાલ્યા
એવું કહેવાય છે કે રાજ ઠાકરે નારાયણ રાણેથી ખૂબ પ્રભાવિત હતા. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેના હાથમાં પાર્ટીની સુકાન જવાથી પણ તેઓ નારાજ હતા. રાજ ઠાકરેએ પાર્ટી છોડતી વખતે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેમાં નેતૃત્વના ગુણોનો અભાવ છે. કહેવાય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં રાજ ઠાકરે ઉદ્ધવ કરતાં સિનિયર હતા. પરંતુ ઉદ્ધવે પાર્ટીની કમાન સંભાળ્યા બાદ તેમને તમામ મહત્વના કામથી અલગ કરી દીધા હતા. ટિકિટ વહેંચણીમાં પણ તેમની સંમતિ લેવામાં આવતી ન હતી. જ્યારે શિવસેનાથી અલગ થયા બાદ રાજ ઠાકરેએ બાળાસાહેબની શૈલીમાં આક્રમક અભિગમ અપનાવ્યો હતો. પરંતુ તેમને હજુ સુધી સફળતા મળી નથી. તેમની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સતત સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. 2009ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને 13 બેઠકો મળી હતી. પરંતુ શરૂઆતની સફળતા બાદ તેઓ ફાંફાં મારતા જણાય છે.

એકનાથ શિંદે

એકનાથ શિંદેનું શીવસેના પર પ્રહાર
હવે 2022માં એકનાથ શિંદેએ શિવસેનાને એવો ઝટકો આપ્યો છે. જેના કારણે પાર્ટી પર ઠાકરે પરિવારની પકડ પર સવાલો ઉઠી રહ્યા છે. શિંદે 35 ધારાસભ્યો સાથે ફોટા ક્લિક કરી રહ્યા છે, પછી દાવો કરી રહ્યા છે કે તેમની પાસે 46 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં માત્ર ઉદ્ધવની ખુરશી પર જ નહીં પરંતુ પાર્ટી સુપ્રીમો પર પણ સવાલો ઉઠી રહ્યા છે. એકનાથ શિવસેનાના ધારાસભ્યોને સાથે લાવ્યા છે અને શિવસેના માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.

Back to top button