ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

યુવતીની પોસ્ટમાં ડૉક્ટરે એવું રિએક્શન આપ્યું કે તે પોતે જ લુઝર બની ગઈ

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક,9 મે: સોશિયલ મીડિયા પર હંમેશા માત્ર વીડિયો જ વાયરલ થાય એવું નથી હોતું. ઘણીવાર લોકો દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પણ વાયરલ થઈ જાય છે. કેટલાક લોકો પોતાની પોસ્ટમાં એવી વાતો લખતા હોય છે જેના કારણે ક્યારેક વિવાદ ઉભો થાય છે,ક્યારેક લોકોને વિચારતા કરી દે એવું લખાણ હોય છે, તો ક્યારેક ચર્ચાનું પણ કેન્દ્ર બને છે. હાલમાં એવી જે એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેના પર એક આખી અલગ ચર્ચા શરુ થઈ શકે છે.વાસ્તવમાં,એક મહિલાએ પોતાની પોસ્ટમાં એવી વાત લખી છે જે ધૂમ્રપાન ન કરનારાઓને બિલકુલ પસંદ નહીં આવે.આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે આ પોસ્ટ જોયા પછી ડોક્ટરે શું આપી પ્રતિક્રિયા જાણો.

મહિલાની પોસ્ટ પર ડૉક્ટરે પ્રતિક્રિયા આપી

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર @sushihat3r નામના એકાઉન્ટ દ્વારા ફોટો શેર કરવામાં આવ્યો હતો.આ ફોટોમાં દેખાઈ રહ્યું છે કે કોઈના હાથમાં ચાનો કપ અને સિગારેટ છે.ફોટોના કેપ્શનમાં લખ્યું છે, ‘હે, સ્મોકર્સ અને લુજર્સ(ધૂમ્રપાન ન કરનારા) શું કરી રહ્યા છો?’ જ્યારે આ પોસ્ટ વાયરલ થઈ, ત્યારે દીપક નામના ડૉક્ટરે તેના એકાઉન્ટ @DrDeepakKrishn1 પરથી પોસ્ટ પર રિએક્શન આપતા લખ્યું, ‘મેં ટ્રિપલ બાયપાસ સર્જરી માટે સૌથી નાની 23 વર્ષની છોકરીને રિફર કરી હતી જે સ્મોક કરતી હતી. લુઝર બનો અને સ્વસ્થ રહો.

આ પોસ્ટ વાઈરલ થયા પછી ઘણા લોકોએ પોતાની વાત કમેન્ટ સેક્શનમાં લખી. જેમકે, એક વ્યક્તિએ લખ્યું- મને ક્યારેય સમજાયું નથી કે લોકો સ્મોક શા માટે કરે છે? બીજા વ્યક્તિ દ્વારા લખવામાં આવે છે- ખોટું ન કરાનારા લોકોને લુઝર કહેવામાં આવે છે. શું સમાજ છે! જ્યારે ત્રીજાએ લખ્યું કે, લુઝર એ હોય છે જે સ્મોક કરે છે.  આમ, ક્યારેક આ પ્રકારની પોસ્ટ પણ વાયરલ થતી હોય છે. લોકોના અટેન્શન માટે ઘણીવાર આ પ્રકારની હરકતો કરતા હોય છે.

આ પણ વાંચો:બેંગલુરુના ટ્રાફિકમાં ફસાયા તો રસ્તા પર ઊભા રહીને શરૂ કરી મીટિંગ, પોસ્ટ થઈ વાયરલ

Back to top button