ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ

  • પહેલા જ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયુ
  • રાણીપ, ન્યૂ રાણીપ, ચાંદલોડિયા, ગોતામાં વરસાદ આવ્યો
  • એક જ વરસાદમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે. જેમાં શહેરમાં ક્યાક ધોધમાર તો ક્યાક ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તેમાં શહેરમાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થતા પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે. જેમાં વહેલી સવારે પણ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. તેમાં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી 

પહેલા જ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયુ

પહેલા જ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયુ છે. જેમાં શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. એક જ વરસાદમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં સ્થાનિકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યાથી લોકોને હાલાકી પડી રહી છે. તેમાં પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ પાણી પાણી થયુ છે. વોરાના રોજા, શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અમદાવાદમાં ક્યાક ધોધમાર તો ક્યાક ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં અમદાવાદમાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થયો છે. તેમાં વહેલી સવારથી શહેરમાં વરસાદ શરૂ થયો છે. જેમાં બાપુનગર, નિકોલ, નારોલ, નરોડા, કૃષ્ણનગર, કાલુપુર, રાયપુર, ખાડિયામાં વરસાદ આવ્યો છે. તેમાં એસજી હાઇવે, વસ્ત્રાપુર, રાણીપ, ન્યૂ રાણીપ, ચાંદલોડિયા, ગોતામાં વરસાદ આવ્યો છે.

સ્થાનિકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર

અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે. જેમાં સ્થાનિકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યાથી જનતાને કોઈ રાહત મળતી નથી. અમદાવાદીઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ વરસાદે સોમવારે મોડી રાત્રે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અડધીરાત્રે કડાકાભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. સોમવાર મોડી રાત્રે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, ભારે વરસાદના પગલે ગરમીમાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા.

Back to top button