ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી વનડેમાં રોહિત શર્માની સીક્સથી એક બાળકી ઘાયલ થઈ હતી, 5 મિનિટ સુધી મેચ રોકવી પડી હતી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ મંગળવારે ઓવલ ખાતે રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર દેખાવ કરતા યજમાન ટીમને 10 વિકેટથી હરાવ્યું હતું. જસપ્રીત બુમરાહની બોલિંગ અને રોહિત શર્માની બેટિંગ ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. જો કે આ મેચ દરમિયાન એક ટ્રેજેડી પણ થઈ હતી. ભારતીય ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના શોટથી નાની બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. બાદમાં રોહિતે ઈજા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને બાળકીની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. તે જ સમયે, મેચ 5 મિનિટ માટે અટકાવી દેવામાં આવી હતી. ઈજા પછી ઈંગ્લેન્ડે તરત જ તેની મેડિકલ ટીમને છોકરીની સારવાર અર્થે મોકલી આપી હતી.

Rohit Sharma
ડેવિડ વિલીએ ત્રીજો બોલ શોટ પિચ ફેક્યો જેને રોહિતે સ્ક્વેર લેગ બાઉન્ડ્રી તરફ મારે છે. બોલ સ્ટેન્ડમાં બેઠેલી નાની છોકરીને વાગ્યો.

રોહિતે સીક્સ ફટકારી અને બોલ નાની છોકરીને વાગ્યો
રોહિત શર્મા ભારતીય ઇનિંગ્સની 5મી ઓવરમાં સ્ટ્રાઇક પર હતો. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલી બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના પહેલા અને બીજા બોલ પર કોઈ રન નોંધાયો નહોતો. તે જ સમયે, ત્રીજો બોલ શોટ પિચ હતો. જેને રોહિત સ્ક્વેર લેગ બાઉન્ડ્રી તરફ ખેંચે છે. બોલ સ્ટેન્ડમાં બેઠેલી નાની છોકરીને વાગ્યો. સદનસીબે છોકરીને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

તે જ સમયે રોહિત છોકરીને થયેલી ઈજાને કારણે ઉદાસ દેખાઈ રહ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે તરત જ એક મેડિકલ ટીમને સ્ટેન્ડમાં છોકરીની સારવાર માટે મોકલી આપી હતી. બાળકના સ્વસ્થ થવાના સમાચાર પછી, રમત ફરીથી શરૂ થઈ હતી.

રોહિત શર્માની કેપ્ટન ઈનિંગ
મેચમાં રોહિત શર્માએ સૌથી વધુ 58 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 131 હતો. હિટમેનની વનડે કારકિર્દીમાં આ 45મી ફિફ્ટી છે. 111 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ એક પણ વિકેટ ગુમાવી ન હતી.

Rohit Sharma
ઈજા પછી ઈંગ્લેન્ડે તરત જ તેની મેડિકલ ટીમને છોકરીની સારવાર અર્થે મોકલી આપી હતી.

રોહિતે સિક્સર વડે દર્શકનું નાક ફોડી નાખ્યું હતું
આ વર્ષે બેંગ્લોરમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પિંક બોલ ટેસ્ટ દરમિયાન રોહિત શર્માના સિક્સરથી એક દર્શકનું નાક તૂટી ગયું હતું. બોલ 22 વર્ષીય દર્શક ગૌરવ વિકાસના ચહેરા પર વાગ્યો હતો. નાક પર વાગ્યા બાદ સ્ટેડિયમમાં હાજર મેડિકલ ટીમ દ્વારા ગૌરવને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઈજા બહુ ગંભીર ન હતી તેથી સર્જરીની જરૂર નહોતી. ગૌરવને ટાંકા આવ્યા બાદ હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.

Rohit Sharma
સદનસીબે છોકરીને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
Back to top button