- યુવકે પેલેસ્ટાઇનના સમર્થનમાં લખાણવાળું ટી-શર્ટ પહેર્યું હતું
- વેઈન કોહલી પાસે પેલેસ્ટાઈનને મુક્ત કરવાની માંગ કરવા ગયો હતો
- અગાઉ યુવક સામે ઓસ્ટ્રેલિયામાં 3 કેસ નોંધાયેલા છે
વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વિરાટ કોહલી પાસે આવેલા યુવક મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં વેન જ્હોન્સન નામનો યુવક ગ્રાઉન્ડ પર દોડી ગયો હતો. તેમાં સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા હરકત કરી હોવાની શંકા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા ફીમાં કરાયો વધારો
યુવકે પેલેસ્ટાઇનના સમર્થનમાં લખાણવાળું ટી-શર્ટ પહેર્યું હતું
અગાઉ યુવક સામે ઓસ્ટ્રેલિયામાં 3 કેસ નોંધાયેલા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક જોવા મળી હતી. અચાનક કોહલીનો ફેન હોવાનું બહાનું કરીને ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયન યુવક પિચ પર આવી ચૂક્યો હતો. એક એક્ટિવિસ્ટ પિચ પર વિરાટ કોહલી સુધી આવી ગયો તે સુરક્ષા ચૂકની મોટી ઘટના છે. જો કે આ સમયે આ યુવકે પેલેસ્ટાઇનના સમર્થનમાં લખાણવાળું ટી-શર્ટ પહેર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના 9 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન, જાણો સૌથી વધુ ઠંડી ક્યા પડી
જાણો યુવક વિશે તમામ માહિતી
તપાસમાં યુવક ઓસ્ટ્રેલિયન નાગરિક હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય તે યુવક ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો. યુવક જ્યારે ગ્રાઉન્ડ પર આવ્યો ત્યારે યુવાને મોઢા પર માસ્ક પહેર્યું હતું જે પેલેસ્ટાઈનના ઝંડાના રંગનો હતો. તેના કપડાં પર પેલેસ્ટાઈન તરફી કેટલાંક વાક્યો પણ લખેલા હતા. હવે સ્થાનિક પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિનું નામ વેઇન જોન્સન છે. તે ઓસ્ટ્રેલિયન નાગરિક છે. તેના પિતા ચીની છે અને માતા ફિલિપિન્સની છે. અગાઉ પણ આ યુવક સામે ઓસ્ટ્રેલિયામાં 3 કેસ નોંધાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે. અવારનવાર આ યુવક માનસિક રીતે બીમાર હોવાનું કહીને છૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
વેઈન કોહલી પાસે પેલેસ્ટાઈનને મુક્ત કરવાની માંગ કરવા ગયો હતો
પોલીસે વેઇન જોન્સનની ધરપકડ કરી છે અને તેની સતત પૂછપરછ કરી રહી છે. પોલીસ વેઈનના હોટલ સ્ટેમાંથી તેની ટિકિટ જેવી અનેક બાબતોની તપાસ કરી રહી છે. પોલીસે વેઈનના મોબાઈલમાંથી એક વીડિયો પણ કબજે કર્યો છે, જેમાં તેણે ભારતીય ટી-શર્ટ પહેરેલી છે. આ વીડિયોમાં વેઈનની સ્ટેડિયમમાં એન્ટ્રીનો વીડિયો છે. કહેવામાં આવી રહ્યું છે કે વેઈન કોહલી પાસે પેલેસ્ટાઈનને મુક્ત કરવાની માંગ કરવા ગયો હતો.