ભારતને કોરોના સામેની લડાઈમાં મોટી રાહત મળી શકે છે. આગામી દિવસોમાં ભારતમાં જ તૈયાર થયેલી નેઝલ વેક્સિન એટલે કે નાક દ્વારા લેમાં આવતી રસી 26 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહી છે. જેનું નિર્માણ ભારત બાયોટેક દ્વારા કરવામાં આવ્યું છે અને નામ iNCOVACC રાખવામાં આવ્યું છે. આ અંગેની માહિતી ભારત બાયોટેકના મેનેઝિંગ ડિરેક્ટર કૃષ્ણા ઈલ્લાએ આપી છે.
શનિવારે ભોપાલમાં મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. iNCOVACC એ ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ રસી છે. જે લોકોને કોરોના રોગચાળા સામે બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવનાર છે. તાજેતરમાં જ, DGCA એ આ નાકની રસીના ઉપયોગને મંજૂરી આપી હતી.
આ પણ વાંચો : જિનપિંગે LAC પર તૈનાત સૈનિકો સાથે કરી વાત, યુદ્ધની તૈયારીઓની સમીક્ષા કરી
DGCA એ પ્રાથમિક બે-ડોઝ રેજીમેનને અનુસરીને iNCOVACC ને બુસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે. ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકએ ગયા વર્ષે ડિસેમ્બરમાં નાક દ્વારા લેવાની રસીની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, તેની નાકની રસી 2023ના જાન્યુઆરીના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. iNCOVACC કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ખરીદી માટે ડોઝ દીઠ ₹325 અને ખાનગી રસીકરણ કેન્દ્રોમાં ₹800નો ખર્ચ થશે. ભારત બાયોટેકે જણાવ્યું છે કે આ નાકની રસી કોરોના રસીના બે ડોઝ લીધા પછી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરશે. તે લોકોને 28 દિવસના અંતરાલમાં બે વાર આપવામાં આવશે.
બૂસ્ટર ડોઝ તરીકે કરશે કામ
હાલમાં ચીનમાં ફેલાઈ રહેલા કોરોના વિસ્ફોટના કારણે દેશમાં પણ કોરોના મહામારીને લઈને ચિંતા વધી ગઈ હતી. પણ ત્યારે આવા સમયે વૈજ્ઞાનિકોએ મોટી રાહત તરીકે નેઝલ વેક્સિનને લોકો સુધી પહોંચાડવાનું કામ પુરુ કરી લીધું છે. નેઝલ વેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે પણ લગાવી શકાશે. તેની ખાસિયત એ છે કે, આ વેક્સિન વાયરસના ઈંફેક્શનને અને ટ્રાંસમિશન પર પણ અસર કરશે. આપને જણાવી દઈએ કે, જે લોકોએ કોવિશીલ્ડ અને કોવૈક્સિનના ડોઝ લઈ ચુક્યા છે, આ બંને માટે આ વેક્સિન બૂસ્ટર ડોઝ તરીકે કામ કરશે.