ચૂંટણીની ટ્રેનિંગ પ્રક્રિયામાં ગેરહાજર રહેનાર કર્મચારીઓને કલેક્ટરે ફટકારી નોટિસ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે મતદાનની પ્રક્રિયાને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષની સાથે હવે ચૂંટણી પંચ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઇને સરકારી કર્મચારીઓને કેટલીક વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ માટે એક ટ્રેનિંગ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જો કે અમદાવાદ કલેકટરે આ ટ્રેનિંગ કાર્યક્રમમાં હાજર ન રહેનાર સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે.
કલેક્ટરની મોટી કાર્યવાહી
ચૂંટણીમાં સરકારી કર્મચારીઓને જે જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં હાજર નહીં રહેનાર અમદાવાદના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે 27 ટકા સ્ટાફ માંથી 10 ટકા સ્ટાફ હાજર થયા ન હતા જેના કારણે તે તમામને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ 40 જેટલા કર્મચારીઓ વિરુદ્ધ પોલિસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાત ચૂંટણીના પ્રચારમાં આવવા પહેલાં જ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સાવરકરનો મુદ્દો, શું છે આ નવી રણનીતિ ?
ત્યારે બીજી તરફ હાજર ના થનાર કર્મચારીઓ ન આવી શકવાના આલગ અલગ બહાના બનાવી રહ્યા છે. ત્યારે આવી રીતે કામના સમયે હાજર ના રહેતા કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આ આકંડો વધી શકે છેનુ પણ ચૂંટણી પંચે જણાવ્યુ હતુ.