ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યોગી સરકાર વિરુદ્ધ કાવતરું રચવાના કેસમાં ડૉ. કફીલ ખાન વિરુદ્ધ નોંધાઈ FIR

Text To Speech
  • યોગી સરકાર વિરુદ્ધ કાવતરું ઘડવાનો-રમખાણો ભડકાવવાનો કેસ  
  • લખનૌમાં ડૉ. કફીલ ખાન વિરુદ્ધ FIR નોંધવામાં આવી

ઉત્તર પ્રદેશ, 5 ડિસેમ્બર : ગોરખપુર મેડિકલ કોલેજના પૂર્વ ડૉક્ટર કફીલ ખાન ફરી એકવાર મુશ્કેલીમાં આવી શકે છે. લખનૌના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેમાં કફીલ ખાન પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે અને તેના સહયોગીઓ સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે અને રમખાણો ફેલાવી શકે છે. એવો પણ આરોપ છે કે, કફીલ ખાને પોતાના પુસ્તકમાં સરકાર વિરોધી અને ભડકાઉ વાતો લખી છે. હાલ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

 

ડૉ. કફીલ ખાન વિરુધ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ

માહિતી મુજબ, ડૉ. કફીલ ખાન વિરુદ્ધ કલમ 153-B, 143, 465, 467, 471, 504, 505, 298, 295, 295-A હેઠળ FIR નોંધવામાં આવી છે. કફીલ ખાન પર યોગી સરકારને ઉથલાવવા માટે રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ફરિયાદી મનીષ શુક્લાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે ગોરખપુર દુર્ઘટના પર ‘ગુપ્ત પુસ્તક’ આ જ હેતુથી ગુપ્ત રીતે ફેલાવવામાં આવી રહ્યું છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે ‘ચાર-પાંચ લોકો ડૉ. કફીલ ખાન અને તેમના દ્વારા લખાયેલા પુસ્તકના નામે તોફાન કરવાની વાત કરી રહ્યા હતા. મનીષની ફરિયાદના આધારે 1 ડિસેમ્બરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કફીલ ખાન અને ચાર-પાંચ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

કોણ છે કફીલ ખાન ?

ઓગસ્ટ 2017માં ગોરખપુરની BRD મેડિકલ કોલેજમાં ડઝનેક બાળકોનાં મૃત્યુના સમાચાર આવ્યા હતા. કફીલ ખાન તે સમયે મેડિકલ કોલેજમાં બાળરોગ નિષ્ણાત તરીકે તૈનાત હતા. તેના પર બેદરકારીનો આરોપ હતો. જે બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં કફીલને જામીન પર છોડવામાં આવ્યો હતો. પરંતુ 2019માં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ પછી, ડિસેમ્બર 2019 માં, AMUમાં CAA વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ NSA હેઠળ તેની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કફીલ ખાનને થોડા મહિના જેલમાં રહેવું પડ્યું હતું. જોકે, બાદમાં કોર્ટે કફીલ સામે ફોજદારી કલમો હેઠળની કાર્યવાહી રદ કરી હતી.

આ પણ જુઓ :ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ ખાલિસ્તાની આતંકવાદીનું પાકિસ્તાનમાં મૃત્યુ

Back to top button