લાઈફસ્ટાઈલહેલ્થ

ઠંડીની સીઝનમાં હાર્ટ પેશન્ટે વહેલી સવારે ચાલવા ન જવું જોઇએ, જાણો શું કાળજી રાખશો

વાતાવરણમાં ઠંડી હવાઓના કારણે ધુમાડા અને પ્રદુષણના કણો મિક્સ થઇ જાય છે. આ કારણે તે સંપુર્ણ રીતે ઉપર જઇ શકતા નથી. તે એલર્જી બનીને અસ્થમા અને એલર્જીના દર્દીઓની સ્થિતિને ગંભીર કરી દે છે. થોડો તડકો આવે પછી ચાલવા કે ફરવા જવાનો આગ્રહ રાખો, શિયાળામાં રક્તવાહિનીઓ સંકોચાવાના લીધે દમ, અસ્થમા કે સાંધાનો દુખાવો થઇ શકે, શક્ય હોય તો હાર્ટ પેશન્ટ શિયાળામાં ટ્રેડમિલ પર જ વોક કરે.

આ વખતે ઠંડીથી બચવું એજ યોગ્ય ઉપાય : ઠંડીની સીઝન ખાવા પીવા માટે સારી માનવામાં આવે છે. આ દરમિયાન ભુખ પણ વધે છે અને પાચનતંત્ર પણ સક્રિય થાય છે, પરંતુ વાત જો આરોગ્યની કરીએ તો એવા વ્યક્તિ જેને હ્રદય, સાંધા અને માંસપેશીઓની સમસ્યા છે તેમણે ખાસ ખ્યાલ રાખવાની જરુર છે. અન્ય સીઝનની તુલનામાં ઠંડીની સીઝનમાં શ્વાસનળી અને રક્તવાહિનીઓ સંકોચાવાના કારણે દમ, અસ્થમા, સાંધામા દુખાવો, ત્વચા અને એલર્જી સંબંધિત સમસ્યાઓ અને આ ઉપરાંત હ્રદય રોગીઓ માટે મુશ્કેલીઓ વધી જાય છે. આ વખતે ઠંડીથી બચવું એજ યોગ્ય ઉપાય છે. આવો જાણીએ આ સીઝનમાં કેવી રીતે બચાવ કરીને ખુદને ફિટ રાખી શકાય છે.

હ્રદય રોગીઓ હળવો તડકો લે : એવી વ્યક્તિ જેને સવારે ફરવુ કે વોકિંગ પર જવું પસંદ છે અને તે હ્રદય રોગથી પીડિત પણ છે. તે તેમનો ફરવાનો સમય થોડો પાછો ઠેલી શકે છે. સવારે ઠંડી હવાઓમાં ફરવાના બદલે હળવો તડકો આવે તે સમયે ટહેલવા નીકળવું જોઇએ. ઠંડીના કારણે રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે તેની સીધી અસર હ્રદયને લોહી પહોંચાડનાર ધમનીઓ પર પડે છે. જો વ્યક્તિ ઇચ્છે તો ઘરે જ ટ્રેડમિલ પર વોક અથવા હળવી ફુલ એક્સર્સાઇઝ કરી શકે છે.

હાથ ન ધોવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો ખતરો : રોગપ્રતિકારકતા નબળી હોય તેવા લોકોને આ સીઝનમાં વારંવાર શરદી, તાવ, ખાંસીની ફરિયાદ રહે છે. ઠંડીમાં લોકો વારંવાર હાથ ધોવાનું ટાળે છે. આ કારણે હાથમાં રહેલા વાઇરસ અને બેક્ટેરિયા ખાવા પીવાની ચીજોની સાથે શરીરમાં પહોંચીને સંક્રમણ કરે છે. સાફસફાઇનું ધ્યાન રાખવા ઉપરાંત ઇમ્યુનિટી વધારતી ચીજોને પણ નિયમિત રીતે તમારા ડાયેટમાં સામેલ કરો. જેમકે ગોળ, ખજુર, મોસમી ફળ અને શાકભાજી. એવી કોશિશ કરો કે રોજ એક ફળ જરુરથી ખાવ. જ્યુસના બદલે ફળ ખાશો તો તમારા શરીરમાં ફાઇબરની પુર્તિ થશે.

આટલુ ધ્યાન રાખો : ફ્રિજમાં રાખેલી વસ્તુઓ બહાર કાઢીને તરત ક્યારેય ન ખાવ. જો ખાવી હોય તો તેને ગરમ કરીને ખાવાની કોશિશ કરો. કોશિશ કરો કે ભોજન ગરમ જ ખવાય. નેચરલ વસ્તુઓને પ્રયોગમાં લેવાની કોશિશ કરો. પ્રોસેસ્ડ ચીજોના પ્રયોગથી બચો.

Back to top button