ગુજરાતટોપ ન્યૂઝ

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે તપાસ કમિટીની કરી રચના, આ અધિકારીઓનો કરાયો સમાવેશ

Text To Speech

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતનો મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના આ ચકચારી અકસ્માતને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તે અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. અને અધિકારીઓને આ મામલે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. ત્યારે આ મામલે તપાસ કમિટીની કરી રચના કરી હોવાની વિગતો સામે આવી છે.

અકસ્માત બાદ તપાસ કમિટીની રચના કરાઈ

ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસે તપાસ કમિટીની રચના કરી છે.પ્રાપ્ત જાણકારી મુજબ અકસ્માતની ઘટનાની તપાસ કમિશ્નર, 3 DCP અને 5 PIની અધ્યક્ષતામાં થશે.આ તપાસમાં કમિટીમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે.આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે.

ઈસ્કોન અકસ્માત-humdekhengenews

આજે આરોપીઓને મેટ્રો કોર્ટમાં લઈ જવામાં આવશે

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગઈકાલે 160 સ્પીડે કાર ચલાવનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા સહિત અન્ય 5 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.જેમાં પોલીસ માનવ વધના ગુના હેઠળકાર્યવાહી કરી રહી છે. આ કેસનાઆરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને આજે 11 વાગે મેટ્રો કોર્ટમાં લઈ જવામાં આવશે.

હાલ આરોપીઓ આ પોલીસ સ્ટેશનમાં બંધ છે

હાલ તથ્ય પટેલને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં છે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સરખેજ પોલીસ સ્ટેશનની લોકઅપમાં છે.ગઈ કાલે આરોપીઓની ધરપકડ બાદ બન્ને આરોપીનું રી કન્સ્ટ્રકશન કરાયું હતું.

 આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે આકરા પાણીએ CM: અમદાવાદ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ તપાસનો આદેશ

Back to top button