અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં રક્ષક જ ભક્ષક નીકળ્યોઃ જાણો કોણ છે એ અને ક્યાંથી ઝડપાયો?
અમદાવાદ, ૧૩ નવેમ્બર, અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની એક કાર ચાલક દ્વારા ગાડી ધીમે ચલાવવા બાબતે માથાકૂટ થયા બાદ છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવને પગલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે ફરાર આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો. જે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીની પંજાબથી ઝડપી પાયો છે. આરોપી બીજું કોઈ નહિ પરંતુ પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે. જે હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. પોલીસકર્મીએ દારૂના નશામાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનનો હત્યારો બીજો કોઈ નહીં પરંતુ એક પોલીસકર્મી નીકળ્યો છે, તેનું નામ વીરેન્દ્રસિંહ પઢિયાર છે. વીરેન્દ્ર સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવે છે. MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન શેલામાં આવેલી માયકા ઈન્સ્ટીટ્યૂટમાં એમબીએમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પંજાબથી વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે. વિરેન્દ્રસિંહ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં નોકરી કરતો હતો. પોલીસકર્મચારી એવો વિરેન્દ્ર હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેણે પંજાબથી લઈને અમદાવાદ આવી રહ્યા છે.
જાણો શું હતો સમગ્ર મામલો ?
ગત 10 નવેમ્બરના રોજ રાત્રીના સમયે MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન અને તેનો મિત્ર પૃથ્વિરાજસિંહ બુલેટ લઈને રેન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે ઉભા હતા. એ સમયે ત્યાંથી એક કાર પૂરપાટ ઝડપે આવી હતી અને બુલેટ નજીકથી ટર્ન લીધો હતો. જેથી પ્રિયાંશુએ કાર ચાલકને કાર ધીમે ચલાવવા માટે ટકોર કરી હતી. જેથી કાર ચાલકે તેમના બુલેટનો પીછો કર્યો હતો અને ચાર રસ્તાથી થોડે આગળ બુલેટ રોકાવ્યું હતું.બુલેટ રોકાવીને શું બોલ્યો તેમ કરીને બોલાચાલી કરી હતી. બોલાચાલી દરમિયાન ઝપાઝપી થતાં કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રિયાંશુને છરીના ઘા ઝીંકી દીધા હતા. થોડા સમય બાદ ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલા અને તેનો સગીર પુત્રએ મદદ કરી હતી અને ગંભીર હાલતમાં પ્રિયાંશુને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરિયાન પ્રિયાંશુનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પ્રિયાંશુના મિત્ર દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી. પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
આ પણ વાંચો..વડોદરામાં પિત્ઝા શોપમાં લાગી આગ, ઉપર આવેલી ઓફિસો અને હોસ્પિટલ પણ આવી આગની ચપેટમાં