ગેરકાયદેસર ચાલતી મટનની દુકાનો મામલે હાઈકોર્ટે સરકારને ઝાટકી, તાત્કાલિક દુકાનો બંધ કરાવો
રાજ્યમા અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે કતલખાના અને મટનની દુકાનો ચાલી રહી છે. જેના વિરુદ્ધમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ બાબતે સરકાર કોઈ યોગ્ય પગલા નહી લઈ રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ બાબતે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર આ બાબતે કરવામાં આવતી કાર્યવાહી બાબતે હાઈકોર્ટે જવાબ માંગ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે રજૂ કરેલા જવાબથી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે અસંતોષ વ્યક્ત કર્યો હતો. અને આ બાબતે રાજ્ય સરકારની ઝાંટકણી કાઢી હતી. સાથે જ રાજ્યભરમાં લાયસન્સ વગર ચાલતી મટનની દુકાનો કે કતલખાનાઓ બંધ કરવા માટે પગલા લેવા ટકોર કરી છે.
હાઈકોર્ટે સરકારને દુકાનો બંધ કરાવવા આદેશ
રાજ્યભરમાં લાયસન્સ વગર ચાલતી ચિકન અને મટનની દુકાનો મામલે હાઈકાર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. અને હાઈકોર્ટે સરકારને સાંજ સુધીમાં લાયસન્સ વગર ચાલતી તમામ દુકાનોને સીલ કરવા આદેશ આપ્યો છે. અને લાયસન્સ વગરની દુકાનો સામે એક અભિયાન ચલાવવા પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. અને સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે જવાબ રજૂ કરવા કહ્યું છે. અને આ મામલે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે જો સરકારી તંત્ર આ કામ કરી નહી કરી શકે તો હાઈકોર્ટ દ્વારા આ માટે ખાસ ટીમની રચના કરશે.
હાઈકોર્ટે સરકારની કરી ટકોર
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સુરત જેવા મહાનગરોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે મટનની દુકાનો લાયસન્સ વગર ચાલે છે. અને હાઈકોર્ટના આદેશ છતા પણ તંત્ર દ્વારા અમુક જ દુકાન સામે પગલા લેવામાં આવ્યા છે. અને અમુક દુકાનો હજુ પણ ચાલી રહાી છે. ત્યારે હાઈકોર્ટે સરકારને પ્રશ્ન કર્યો કે અમુક દુકાનો પર પગલા કેમ ન લીધા? લાયસન્સ વગર મટન વેચતી દુકાનોને બંધ કરવાની સત્તા શું તંત્ર પાસે નથી ?
લાયસન્સ વગરની દુકાનો સામે અભિયાન ચલાવવા આદેશ
હાઈકોર્ટના આકરા વલણ બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટને બાહેંધરી આપેલી કે આવી દુકાનો સામે સાંજ સુધીમાં પગલા લેવાશે. અને હવે આ કેસની વધુ સુનાવણી પહેલી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. હાઈકોર્ટે સરકારને છ કલાકમાં જ રાજ્યમાં લાયસન્સ, વગર ચાલતી મટનની દુકાનો બંધ કરાવવા અને લાયસન્સ વગરની દુકાનો સામે અભિયાન ચલાવવા આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : પેપર લીક મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે લખ્યો ભગવાન શ્રી રામને પત્ર