ગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

ગુજરાતમાં સૌપ્રથમ વખત કોર્પોરેટ વોલીબોલ લીગ યોજાઈ

Text To Speech

ગુજરાતમાં સૌપ્રથમ વખત કોર્પોરેટ વોલીબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની એલ.જે. કેમ્પસ ખાતે લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એન.જી. ગ્રુપના ડાયરેકટર અને વોલીબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ નગીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

 

અમદાવાદ ખાતે આજથી કોર્પોરેટ વોલીબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએસનના સહિયારા પ્રયાસથી આ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થતીં કોર્પોરેટ વોલીબોલ લીગ દસ દિવસ સુધી ચાલનાર છે. એટલે કે આગામી મહિનાની ચાર જૂન સુધી ચાલનાર છે. મહત્વનું છે કે યોજાયેલી આ કોર્પોરેટ વોલીબોલ લીગના તમામ મેચ નાઈટના સમયમાં ગોઠવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ફ્રેન્ચાઈઝી છે. તેની સાથે-સાથે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મળીને ૧૯૨ ખેલાડીઓએ આ લીગમાં ભાગ લીધો છે. માત્ર ખેલાડી જ નહીં પરંતુ ૧૬ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના કોચ પણ અમદાવાદના મહેમાન બન્યા છે. આજથી શરૂ થતી કોર્પોરેટ વોલીબોલ લીગમાં કુલ ૬૪ મેચ રમાવાના છે. આગામી દસ દિવસ ચાલનારી આ લીગ માટે ખેલાડીઓની રહેવા માટે ૭૭૫ જેટલા બેડ બુક કરવામાં આવ્યા છે.

 

વોલીબોલ લીગ લાઈવ જોવા માટે નીચેની લિંક ક્લિક કરો

https://instagram.com/corporate.volleyball.league/live/17856294050756000?igshid=NDBlY2NjN2I=

 

Back to top button