ભાવનગર ડમી કાંડમાં આરોપીઓનો રાફડો ફાટ્યો ! વધુ 5 આરોપીઓ ઝડપાયા
- SITની ટીમે આજે વધુ પાંચ આરોપીઓની ઝડપી લીધા
- પોલીસે અત્યાર સુધી કુલ 32 આરોપીઓને ઝડપી લીધા
- 5 આરોપીઓમાંથી 3 સરકારી કર્મચારી
ભાવનગરના ચકચારી ડમીકાંડ મામલે એક બાદ એક પાના ખુલાતા જાય છે. તેમ તેમ આરોપીઓ પોલીસના હાથે ઝડપાતા જાય છે. ત્યારે ડમી કાંડમાં વધુ પાંચ આરોપીઓનો વધારો થયો છે. SITની ટીમે આજે વધુ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે ડમી કાંડમાં પોલીસે ઝડપાયેલ આરોપીઓની સંખ્યા 32 થઈ છે.
ડમી કાંડ મામલે વધુ 5 આરોપીઓની
ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ત્યારે ડમી કાંડ મામલે ભાવનગર પોલીસને વઘુ એક સફળતા હાથ લાગી છે. ડમીકાંડમાં SIT દ્ધારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ડમી કાંડમાં આરોપીઓનો આંકડો 57 પર પહોંચ્યો છે. મામલે પોલીસે અત્યાર સુધી 32 આરોપીઓને ઝડપી લીધા છે.
અટકાયત કરાયેલ આરોપીઓના નામ
ડમી કાંડ મામલે ગોપાલ લાધવા, ઈકબાલ લોંડીયા, હનીફ લોંડીયા, પ્રવીણ સોલંકી, જીતેન્દ્રસિંહ ગોહિલ નામના વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. આ પાંચમાંથી 3 આરોપીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે બે આરોપીઓ ખેતીકામ કરે છે.
શિક્ષક ઘનશ્યામ લાધવાને સસ્પેન્ડ
મહત્વનું છે કે ડમીકાંડમાં યુવરાજસિંહ પર તોડકાંડના આક્ષેપો લાગ્યા છે.જેના કારણે યુવરાજસિંહ હાલ પોલીસની કસ્ટડીમાં છે, બીજી તરફ યુવરાજસિંહના સાથીદાર બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવા પણ પોલીસ કસ્ટડીમાં છે. ડમીકાંડમાં પૈસાની લેતી દેતી બાબતે ઘનશ્યામ લાંધવા પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ મામલે ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગે કાર્યવાહી કરતા શિક્ષક ઘનશ્યામ લાધવાને સસ્પેન્ડ કર્યો છે.
આ પણ વાંચો : આગામી 3 દિવસ ગુજરાત પર ભારે ! રાજ્યમાં ફરી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી