ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં અશાંત ધારા મામલે લોકો 19 વર્ષથી હેરાન છતાં તંત્ર બેધ્યાન

  • રહીશો મકાનો ખાલી કરતા સમગ્ર વિસ્તારમાં વિધર્મીઓ કબજો જમાવે છે
  • અશાંત ધારો લાગુ પડવા અવાર નવાર માંગણીઓ ઉઠી
  • મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય કરાયો

ભાવનગરમાં અશાંત ધારા મામલે લોકો 19 વર્ષથી કરગરે છતા તંત્ર બેધ્યાન છે. વારંવાર રજૂઆતો છતા પરિણામ શૂન્ય છે. જેમાં ચોક્કસ વિસ્તારોમાં હિન્દુ વસ્તી ખાલી થઈ ગઈ છે.  અનેક વિસ્તારોમાં રાતોરાત મકાનો ખાલી કરીને સ્થાનિકો સ્થળાંતર કરી ગયા છે. ભાવનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી અમુક વિસ્તારોમાં હિન્દુ રહીશોના મકાનો ખરીદીને વિધર્મીઓ પોતાનું વર્ચસ્વ ઉભુ કરી રહ્યા છે, જેના લીધે હિન્દુ રહીશો એક પછી એક સ્થળાંતર કરી રહ્યા છે, જેના લીધે અમુક વિસ્તારોમાં હિન્દુ સમાજની વસ્તી જ ખાલી થઈ ગઈ છે, એક પછી એક વિસ્તારમાં આવી નોબત આવતા અશાંત ધારો લાગુ પાડવા સ્થાનિકો વારંવારે સરકારને રજુઆતો કરે છે છતા નિદ્રાધિન સરકાર કદમ ઉઠાવતી નથી.

આ પણ વાંચો: અમદાવાદ: રૂ.1,800 કરોડના સટ્ટાકાંડ મામલે થયા મોટા ખુલાસા 

અશાંત ધારો લાગુ પડવા અવાર નવાર માંગણીઓ ઉઠી

ભાવનગર શહેરના જુના ગામ તળ વિસ્તારમાં ભાદેવાની શેરી, પ્રાગજી દવેની શેરી, વોરા બજાર, દિવાનપરા, કાચિયાવાડ, ટેકરી ચોક, મામા કોઠાથી લઈને કરચલિયાપરા, પાનવાડી, વડવા તલાવડી, કુંભારવાડા, ગઢેચી વડવા વિસ્તારમાં અશાંત ધારો લાગુ પડવા અવાર નવાર માંગણીઓ ઉઠી છે. આ સિવાય પણ ક્રેસન્ટ, હરિયાળા પ્લોટ, ગીતાચોકથી ડોન ચોક રોડ, દિપક ચોકથી મહિલા કોલેજ, રાણીકા, ભગાતળાવ, પ્રભુદાસ તળાવ, શિશુવિહાર, આનંદનગર, ડોન ચોક, માણેકવાડી વિસ્તારમાં બેનરો લાગ્યા હતા. તો એમ.જી. રોડ, ગીતાચોક, બોરડીગેટ, દેરી રોડ, તિલકનગર, મુની ડેરી, આંબાવાડી, મેઘાણી સર્કલ, ઘોઘા સર્કલ, મોખડાજી સર્કલ, રાજારામનો અવેડો વિસ્તારમાં પણ હિન્દુ સમાજના મકાનો ખાલી થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરની સ્ટેમ્પ ડયૂટીની આવક જાણી રહેશો દંગ

રહીશો મકાનો ખાલી કરતા સમગ્ર વિસ્તારમાં વિધર્મીઓ કબજો જમાવે છે

આ ઉપરાંત કુકડા કેન્દ્ર, રૂપાણી, સરદારનગર, ફાચરિયાવાડ, વડવા વોશિંગઘાટ, પાદર દેવકી, વડવા ચોરા, દેવુબાગ, વિદ્યાનગર, અનંતવાડી, બૌધી વૃક્ષ સોસાયટી, ધોબી સોસાયટી સહિતમાં અશાંત ધારો લાગુ પાડવા માંગણી ઉઠી રહી છે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં બેનરો લગાડીને કલેકટરને રજૂઆતો પણ થઈ હતી, છતા આ મામલે કોઈ ઉકેલ આવતો નથી. આ વિસ્તારમાં વિધર્મી પ્રવેશ કરવા ઉંચી કિંમતે એકાદ બે મકાનો ખરીદી કરે છે, ત્યાર બાદ આસપાસમાં દૂષણરૂપ બનીને પાડોશીઓને મકાનો ખાલી કરાવવા મજબૂર બનાવે છે, જેથી એક પછી એક રહીશો મકાનો ખાલી કરતા સમગ્ર વિસ્તારમાં વિધર્મીઓ કબજો જમાવે છે.

મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય કરાયો

આ પ્રવૃતિ ભાવનગરમાં વર્ષોથી ચાલી રહી છે, છતા સરકાર આંખ આડા કાન કરી રહી છે, જેના લીધે અમુક ચોક્કસ વિસ્તારોના બદલે અનેક વિસ્તારોમાં વિધર્મીઓની જ વસાહત વધી રહી છે. જેની સામે હિન્દે જનતાઓ વર્ષો જૂની મિલકતો વેચીને સ્થળાંતર કરી રહી છે જે ચિંતાનો વિષય છે, સરકાર મામલે વહેલીતકે જાગીને ભાવનગરમાં અશાંત ધારો લાગુ પાડે તેવી માંગણી ઉઠી રહી છે. આ મામલે ધારાસભ્ય, સાંસદ, ભાજપ શહેર પ્રમુખ સહિતની બેઠક મળી હતી, જેમાં ચર્ચા વિચારણા કરીને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય કરાયો છે.

Back to top button