ગુજરાતટોપ ન્યૂઝ

આણંદ હિંસા મામલે અરજદારે કોર્ટમાં કહ્યું – એકતરફી વલણ બદલ પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે

Text To Speech

આણંદઃ ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી કોમી હિંસાનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હિંસા દરમિયાન નોંધાયેલી પોલીસ ફરિયાદની તપાસ સીઆઇડી ક્રાઇમ અથવા તો સીબીઆઈને સોંપવા માટેની માંગણી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. 6 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે પારદર્શક રીતે કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે. જે મામલે આવનાર દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

ચાલુ વર્ષે રામનવમીના દિવસે આણંદના ખંભાતમાં નીકળેલી શોભાયાત્રા દરમિયાન થયેલ હિંસા મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ આ મામલાની નિષ્પક્ષ તપાસ થાય તેવી રજૂઆત કરી છે. આ સાથે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ કિસ્સામાં એક તરફી વલણ રાખીને પોલીસે કાર્યવાહી કરી છે. જેથી સમગ્ર મામલાની તપાસ સીઆઇડી અથવા તો સીબીઆઇને સોંપવામાં આવે.

અરજદારોએ કોર્ટ સમક્ષ પણ રજૂઆત કરી શકે ઇરાદાપૂર્વક કોમી હિંસા ભડકાવવામાં આવી હતી. અરજદારો સાંપ્રદાયિક હિંસાનો ભોગ બન્યા હતા જેથી તેમને વળતર ચૂકવવામાં આવે. કારણકે આ હિંસા દરમિયાન તેમના ઘર, દુકાન અને મિલ્કતને પણ નુકસાન પહોંચ્યું હતું. એટલું નહીં પરંતુ અરજદારે પણ માંગ કરવામાં આવી છે કે સ્થાનિક પોલીસ અધિકારીઓ કે જેમને આ મામલે પારદર્શક રીતે કામગીરી નથી કરી તેમને સામે ખાતાકીય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે

Back to top button