તેલંગાણામાં નડ્ડાના CM KCR પર આકરા પ્રહારો : 30 ટકા કમિશન સરકારની વિદાય નિશ્ચિત

- તેલંગાણામાં મતદાન પહેલા પક્ષો દ્વારા એકબીજા પર ઉગ્ર શાબ્દિક પ્રહારો
- ભાજપના વડા જે.પી. નડ્ડાએ CM KCR પર આકરા કર્યા પ્રહારો
- 30 નવેમ્બરે મતદાન બાદ ’30 ટકા કમિશન સરકાર’ની વિદાય થશે નિશ્ચિત : જે.પી.નડ્ડા
તેલંગાણા : તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી 30 નવેમ્બરે યોજવા જઈ રહી છે. ત્યારે મતદાન પહેલા પક્ષો એકબીજા પર ઉગ્ર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. ભાજપના વડા જે.પી. નડ્ડાએ CM કે.ચંદ્રશેખર રાવ પર આકરા પ્રહારો કર્યા હતા. તાજેતરમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવતા રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું, “ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સરકાર 30 ટકા કમિશનવાળી સરકાર છે.” તેમણે દાવો કર્યો હતો કે, “30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યા પછી BRSને પેકઅપ કરવું પડશે.” નડ્ડાએ શાસક પક્ષના ધારાસભ્યો પર રાજ્ય સરકારની ‘દલિત બંધુ’ યોજનામાં 30 ટકા કમિશન વસૂલવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપની સરકાર બને તો ભ્રષ્ટાચારની તપાસ : નડ્ડા
મતદાન પહેલા ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવીને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેલંગાણાના લોકોને બીજેપીને સમર્થન આપવાની અપીલ કરી હતી. તેમણે નારાયણપેટમાં ભાજપની રેલીમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કાલેશ્વરમ સિંચાઈ પ્રોજેક્ટ મુખ્ય પ્રધાન ચંદ્રશેખરરાવ માટે “ATM તરીકે કામ કરે છે” અને તે “ભ્રષ્ટાચારનું પ્રતીક” બની ગયું છે. તેમણે કહ્યું કે, “તેલંગાણામાં સત્તામાં આવ્યા બાદ ભાજપ પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ કરશે અને દોષિતોને જેલમાં મોકલશે.”
તેલંગણામાં ઈંધણના ભાવ સૌથી વધુ છે : ભાજપ વડા
મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ પર મત ખાતર તુષ્ટિકરણની રાજનીતિમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવતા બીજેપી વડાએ કહ્યું કે, તેમણે ઉર્દૂને બીજી સત્તાવાર ભાષા બનાવવાનો નિર્ણય લીધો હતો ઉપરાંત ચોક્કસ સમુદાયની અનામત 4 ટકાથી વધારીને 12 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને લઈને નડ્ડાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, “તેલંગાણામાં મંદિરની જમીનનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે.” રાજ્યમાં મોંઘવારીનો આરોપ લગાવતા નડ્ડાએ દાવો કર્યો હતો કે, “તેલંગાણા 8.5 ટકા મોંઘવારી સાથે સંઘર્ષ કરી રહ્યું છે. દેશમાં ઈંધણના ભાવ સૌથી વધુ છે.”
30 ટકા કમિશન લેવાનો આરોપ
BRS ધારાસભ્યો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવતા નડ્ડાએ પૂછ્યું, “શું BRS ધારાસભ્યોએ દલિત બંધુ યોજનાની રકમમાં 30 ટકા કમિશન નથી લીધું? શું તમે (KCR) ધારાસભ્યોની બેઠકમાં કહ્યું ન હતું કે ધારાસભ્યો 30 ટકા કમિશન લે છે?” તેમણે જનતાને ભાજપને સમર્થન આપવા અપીલ કરી અને કહ્યું કે, “નવેમ્બરમાં સરકાર દ્વારા 30 ટકા કમિશન આપવું જોઈએ. રાજ્યમાં ભાજપની સરકાર ચૂંટાવી જોઈએ.”
શું છે તેલંગાણા સરકારની સ્કીમ, 10 લાખ રૂપિયા સુધીની મળે છે મદદ
ઉલ્લેખનીય છે કે, તેલંગાણા સરકારની ‘દલિત બંધુ’ યોજના BRSની મુખ્ય દલિત કલ્યાણ યોજના છે. આ હેઠળ, રાજ્ય સરકાર તેની પસંદગીનો કોઈપણ વ્યવસાય શરૂ કરવા માટે પ્રતિ લાભાર્થીને 10 લાખ રૂપિયાના દરે નાણાકીય સહાય પૂરી પાડે છે.
આ પણ વાંચો :તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, આપ્યા 6 વચન