ટોપ ન્યૂઝનેશનલ

તમિલનાડુમાં 12 વર્ષના સગીરે 17 વર્ષની સગીરાને માતા બનાવી દીધી, પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી

Text To Speech

નેશનલ ડેસ્કઃ તમિલનાડુના તંજાવુર જિલ્લામાં પોલીસે 12 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. આ 12 વર્ષના છોકરા પર 17 વર્ષની છોકરીને ગર્ભવતી કરવાનો આરોપ છે. મળતી માહિતી પ્રમાણે, સગીર છોકરો અને સગીરાનું અફેર હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને માહિતી મળી હતી કે રાજા મીરાસુદર સરકારી હોસ્પિટલમાં થોડાં દિવસો પહેલા એક સગીર છોકરીએ બાળકને જન્મ આપ્યો હતો.

પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
આ મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, યુવતીના 12 વર્ષના છોકરા સાથે છેલ્લાં કેટલાક વર્ષોથી સંબંધમાં હતી. જેના કારણે યુવતી ગર્ભવતી બની અને પછી તેણે એક બાળકીને જન્મ આપ્યો. પોલીસે આ કેસમાં આરોપી સગીરની પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી ધરપકડ કરી છે. હાલ આરોપીને પોલીસે તંજાવુર ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.

પોક્સો એક્ટ શું છે?
પોસ્કો એક્ટ મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે કોઈપણ પ્રકારનું જાતીય વર્તન પોસ્કો એક્ટ હેઠળ આવે છે. પોસ્કો એક્ટ છોકરાઓ અને છોકરીઓ બંનેને શારીરિક શોષણથી સમાન સુરક્ષા આપે છે. પોસ્કો એક્ટ હેઠળ નોંધાયેલા કેસોની સુનાવણી વિશેષ અદાલતમાં થાય છે. પોસ્કો એક્ટ હેઠળ નોંધાયેલા કેસની સુનાવણી કેમેરા સામે જ બાળકના માતા-પિતા અથવા તેઓ જેના પર વિશ્વાસ કરે છે તેમની હાજરીમાં થાય છે.

ગુના પ્રમાણે અલગ-અલગ સજાની જોગવાઈ
પોસ્કો એક્ટમાં અલગ-અલગ ગુનાઓ માટે અલગ-અલગ પ્રકારની સજાની જોગવાઈ છે. આ બધા સિવાય પોસ્કો એક્ટમાં એક બીજી બાબત છે જે અંતર્ગત એક વર્ષની અંદર જ યૌન શોષણ જેવી ઘટનાની સુનાવણી પૂરી થઈ જવી જોઈએ. આ સિવાય જો કોઈ સગીર સાથે તેની મરજીથી પણ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોય તો તેને પણ બળાત્કારની શ્રેણીમાં રાખવામાં આવે છે.

Back to top button