ગુજરાત

તાલાલામાં યુવકને પાણી સાથે મસ્તી કરવી ભારે પડી, ધસમસતા પ્રવાહમાં તણાયો યુવાન

Text To Speech
  • પાણી સામે મસ્તી પડી ભારે !!!
  • ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો યુવક
  • ndrf દ્વારા કલાકોની જેહમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો

હાલ રાજ્યભરમાં વરસાદે ધૂમ મચાવી દીધી છે. એવામાં અનેક જગ્યાઓ પર નદી જળાશયો છલકાતા જોવા મળી રહ્યા છે. એવામાં કેટલાક લોકો પાણી સામે મસ્તી કરતા પણ જોવા મળતા હોય છે. આવી જ રીતે ગીર સોમનાથના તાલાલામાં એક યુવકને પાણી સાથે મસ્તી કરવી ભારે પડી છે. તાલાલા પંથકમાં ભારે વરસાદના લીધે નદીઓ બે કાંઠે વહી રહી છે. તેવામાં ગાભા ગામની નદીમાં એક વ્યક્તિ તણાતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ યુવકને બચાવી ન શકાતા તેનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો.

પાણીમાં ડૂબ્યા-humdekhengenews

વહીવટી તંત્રનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

આ અંગેની મળતી વિગત મુજબ,તાલાલાનાં ગાભા ગામની નદીમાં એક વ્યક્તિ તણાયો હતો. જે અંગે આસપાસના લોકો દ્વારા ફાયર વિભાગને જામ કરતા NDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને યુવકની શોધખોળ શરૂકરી હતી. તણાયેલા યુવકની નદીમાં તપાસ કરવા એન્ડીઆરાએફની ટીમ,તાલાલા મામલતદાર વ્યાસ ,ટીડીઓ પરમાર ,પીએસઆઇ મારૂ સહિતનો વહીવટી તંત્રનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

મૃતદેહ બહાર કાઢી ઓળખ કરાઈ

ભારે શોધખોળ બાદ આ યુવકનો મૃતદેહ વેરાવળનાં મંડોર ગામેથી મળી આવ્યો હતો.જેથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ તેની ઓળખ કરાતા યુવકનું નામ બાબુ કેશવવાર હોવાનું સામે આવ્યું હતું. જેથી મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ચંદ્રયાન-3એ પૃ્થ્વીની છેલ્લી પ્રદક્ષિણા પૂરી કરી, હવે 1 ઓગસ્ટની મધરાતે ચંદ્રની ધરતી પર થશે લેન્ડ

Back to top button