ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં યુવક નોકરી પૂરી કરી જતા સમયે કાળનો કોળિયો બન્યો, ટ્રકચાલક યુવકને કચડી થયો ફરાર

Text To Speech
  • સુરતમાં યુવકને કચડી ટ્રકચાલક ફરાર
  • 108એ CPR આપ્યો પણ શ્વાસ પાછા ન ફર્યા
  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં કેટલાક લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના સુરતમાંથી સામે આવી છે. જેમાં સુરતના ઈચ્છાપોરમાં ટ્રક ચાલકેે કચડી નાખતા યુંવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે, યુવકના મૃતદેહ પર ટાયરના નિશાન મળી આવતા પોલીસે તપાસ હાથધરી છે.

પાર્કિંગ તરફ જતા યુવક કાળનો કોળિયો બન્યો

પ્રાપ્ત વિગતો અનુસાર,મૂળ બિહારનો 30 વર્ષીય નરેશકુમાર રામેશ્વર રાવ ઇચ્છાપોર રહેતો હતો.પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે.જે બિહારમાં રહે છે અને સુરતમાં રોજગારી અર્થે રહેતો હતો. 10 દિવસ પહેલા જ ગુરુદેવ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી પર લાગ્યો હતો. હજીરા રોડ ઉપર આવેલા એસ્સાર કંપનીના પાર્કિંગ નંબર 9માં ટ્રેલર પાર્ક કરી ગાડીમાં જ સૂઈ જતો હતો. જો કે,ગતરાત્રે મૃતક નરેશકુમાર નોકરી પરથી પાર્કિંગ તરફ જતા કાળનો કોળિયો બની ગયો હતો એક અજાણ્યા ટ્રકના ચાલકે નરેશને અડફેટે લઈ કચડી નાખી ભાગી ગયો હતો.

સુરત અકસ્માત -humdekhengenews

આ પણ વાંચો : કારગિલ વિજય દિવસ : અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું કરાયું સન્માન

કાડીયાર્ક મસાજ આપી છતાં ન બચાવી શક્યા

અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આસપાસના લોકો દ્વારા તાત્કાલિક 108નો સંપર્ક કરતા દોડી આવી કાડીયાર્ક મસાજ આપી તાત્કાલિક સિવિલ લઈ આવ્યા હતા. જો કે,યુવકે દમ તોડી દેતા હાજર તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ નરેશની અકસ્માત મોતની જાણ બાદ પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી નરેશના મોતના પગલે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.હાલ તો સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. બીજી તરફ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ વતન લઈ જવાની તૈયારી ચાલી રહી છે.

આ પણ વાંચો : ઈસ્કોન બ્રીજ અકસ્માતવાળી થતા ટળી : ફુલ સ્પીડમાં કાર દિવાલમાં અથડાઈ,ચાલકનું મોત,અન્ય એક ઈજાગ્રસ્ત

Back to top button