સુરતમાં કંડકટરને નોકરી પરથી કાઢી મુકતા બસમાં કરી તોડફોડ
સુરતમા એક ઘટના સામે આવી છે. જેમાં કંડકટરને નોકરી પરથી કાઢી મુકતા તોડફોડ કરી હોવાનું સામે આવ્યું હતુ. પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને પોલીસ સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિટી બસમાં તોડફોડ કર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે બસમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી.
તો બીજી તરફ આ અગાઉ ભરૂચના દહેજ રોડ ઉપર શેરપુરા ગામ નજીક અકસ્માતની એક ઘટના બાદ રોષે ભરાયેલા સ્થનિકોએ ચક્કાજામ કરી વાહનોમાં તોડફોડ કરી એક બસને આગ લગાડી દીધી હતી. રાતે 9 વાગ્યાના અરસામાં બનેલી ઘટના બાદ ફાયરબ્રિગેડ અને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. અને થોડા સમય પહેલા સુરતના પુણા કુંભારીયા રોડ પર BRTS બસે યુવકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. BRTS બસની અડફેટે યુવકનું મોત થતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને સ્થાનિકોએ BRTSની 2 બસોમાં ભારે તોડફોડ કરી હતી.
આ પણ વાંચો : ડમીકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ , જાણો અત્યાર સુધી કેટલા આવ્યા સકંજામાં