અમદાવાદની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, ઝડપી વાહન હંકારનારાઓ સામે કરી લાલ આંખ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર નબીરાની રફતારથી દોડતી કારે મોતનો તાંડવ કર્યો હતો. જેમાં તથ્ય પટેલ નામનો નબીરો પૂરપાટ ઝડપે જગુઆર કાર લઇને આવ્યો અને રોડ પર ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. ગોઝારા અક્માતની ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વાહન ચાલકોની ઓવર સ્પીડને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. અને રાજ્યના અનેક શહેર અને જિલ્લાની પોલીસ એકા એક જ ટ્રાફિક ડ્રાઈવ શરુ કરી છે. ત્યારે સુરત શહેરમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામા આવ્યું છે.
ઝડપી વાહન હંકારનારાઓ સામે પાલીસની લાલ આંખ
અમદાવાદ અકસ્માતની ઘટના બાદ સુરત પોલીસે ઝડપી વાહન હંકારનારાઓને ઝડપવા માટે ટ્રાફિક ડ્રાઈવ શરુ કરવામા આવી છે. ઝડપી વાહન હંકારનારાઓને ઝડપી પાડવા માટે સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. જે અંતર્ગત સુરત પોલીસે ગુરુવારે મોડી રાત્રી સુધી શહેરના અનેક રસ્તાઓ પર ટ્રાફિક ડ્રાઈવ ચલાવી હતી. જેથી શહેરમાં વિવિધ રસ્તાઓ પર પોલીસના મોટા કાફલા ખડકી દેવામા આવ્યા હતા. જેથી શહેરમાં જોખમી સ્ટંટ કરતા અને બેફામ વાહન હંકારતા વાહન ચાલકોને ઝડપી પાડી કાર્યવાહી કરવામા આવે.
શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા સામે કાર્યવાહી
આ ટ્રાઈવ અંતર્ગત શહેરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરાનારા અનેક વાહનચાલકો સામે પોલીસ દંડનીય કાર્યવાહી કરી હતી અને સાથે વાહન ચાલકોને સાવચેતી પૂર્વક વાહન હંકારવા માટે અપીલ કરતા અને સૂચનાઓ પણ આપતા હતા. આ ચેકિંગ દરમ્યાન નશાની હાલતમાં મળી આવેલ 26 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
આ પણ વાંચો : સાગરદાણ કૌભાંડ : મહેસાણાની સેશન્સ કોર્ટમાંથી વિપુલ ચૌધરીને આપી રાહત