ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતમાં વિપક્ષે ડેપ્યુટી મેયરનું ટેડી બિયર બનાવ્યું, ખભે બેસાડી વિરોધ કર્યો

સુરત, 31 જુલાઈ 2024 શહેરમાં પર્વત પાટિયા વિસ્તારમાં એક યુવક બેઝમેન્ટમાં ગરકાવ થતા તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ઘટનાસ્થળ ઉપર પહોંચેલા ડેપ્યુટી મેયર દ્વારા ફાયર ઓફિસરના ખભા ઉપર બેસવાની ઘટના સામે આવી હતી. જેને લઈને આજે વિપક્ષ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. સામાન્ય સભા શરુ થાય તે પહેલા વિપક્ષ દ્વારા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાડેલું ટેડી બિયર ખભે લઈને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સિક્યુરિટી દ્વારા AAPના કોર્પોરેટરોના હાથમાંથી નરેન્દ્ર પાટીલનું ફોટો લગાડેલું ટેડી બિયર ખેંચી લેવાયું હતું. વિપક્ષના કોર્પોરેટર અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે જબરજસ્ત ખેંચતાણ પણ જોવા મળી હતી.

ખાડીપુર એ માનવસર્જિત છે કુદરતી આફત નથી
ડેપ્યુટી મેયર જે જગ્યાએ યુવકનું રેસ્ક્યુ ચાલતું હતું તે જગ્યાએ પહોંચતા ફાયર વિભાગના કર્મચારીના ખભે બેસી ગયા હતા. આ ઘટના બાદ તેમની ભારે ટીકા થઈ હતી. ભાજપના શાસકો પણ આ ઘટનાને લઈને શોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. એ ઘટના બાદ કોઈ જાહેર કાર્યક્રમમાં પણ લગભગ દેખાયા ન હતા. તેઓ આજે સામાન્ય સભામાં હાજર રહ્યા છે. આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયા એ કહ્યું કે, ખાડીપુર એ માનવસર્જિત છે કુદરતી આફત નથી. આ ભાજપ સર્જિત પૂર છે. એક ઝોનમાં 1 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. ગોડાદરામાં ગેરકાયદેસર બનતા બિલ્ડીંગના બેઝમેન્ટમાં યુવકનું મોત થઈ ગયું. માંડ માંડ ડેપ્યુટી મેયર ત્યાં પહોંચ્યા અને વિક્રમ વેતાળ બની ગયા.ભય અને ભ્રષ્ટાચારનું શાસન છે. મેટ્રોની જે કામગીરી થઈ છે, એમાં લોકોનો વિશ્વાસ તૂટ્યો છે.

બે પગ ઉંચા કરી ઓફિસરના ખભે ટિંગાઈ ગયા
શહેરના પર્વત પાટિયા પાસે ડૂબી ગયેલા યુવકનો ચાર દિવસે મૃતદેહ મળ્યો હતો. પાણી ઓસરતાં જ ઘટના સ્થળે ભાજપના નેતાઓની ભીડ જામી હતી. યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા પછી ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટીલ સ્થળ પરથી રોડ પર જવા નીકળ્યા હતાં. ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ-કિચડ હતો. આમ છતાં અહીં ઉભેલા ફાયરના સબ ઓફિસર ડેપ્યુટી મેયરને કહ્યું “હું તમને લઈ જઉ?’ કહેતા જ ડો.નરેન્દ્ર પાટીલ હસતાં હસતાં બે પગ ઉંચા કરી ઓફિસરના ખભે ટિંગાઈ ગયા હતા. નરેન્દ્ર પાટીલનું જાણે રેસ્ક્યુ કરાયું હોય તેવું દૃશ્ય સર્જાયું. નરેન્દ્ર પાટીલ જિન્સ પર કાદવ ન લાગે તે રીતે તેઓ ફાયર જવાનના ખભે ટિંગાયા હતાં.

ખભે ઉંચકીને કાદવ કીચડ વાળો રસ્તો પાર કરાવ્યો
આ મામલે ડેપ્યુટી મેયરને ઊંચકીને લઇ જનાર સબ ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડે. મેયરને પગમાં ઇન્ફેકશન હતું. ત્યાં બેથી ત્રણ ફૂટ કીચડ હોવાથી વધારે ઇન્ફેકશન ન થાય એચલે તેઓને રોડ પર બહાર ઉતર્યા હતા. રોડ સાઈડથી ફૂટપાઠ પર આવી શકાતું હતું, પણ તેના માટે લાંબુ ફરીને જવું પડે તેમ હોવાથી તેઓને સેફલી રોડ પર જ ઉતાર્ય હતાં.ત્યાં ચોથા દિવસે ડૂબેલા યુવકની લાશ મળી હતી અને 108ની મદદથી તેની લાશને લઇ જવાની હતી. ડે. મેયરના કપડા અને બુટ બગડે તેના માટે રેસ્ક્યૂ કર્યું નથી. તેઓએ બુટ પહેર્યા હતા, પરંતુ પાણીની અંદર ઇન્ફેકશન વધી જવાની શક્યતા વધી જવાના કારણે એમને ખભા પર લઈને સેફટી રીતે રોડ પર ઉતાર્યા હતાં.

આ પણ વાંચોઃફાયરના જવાને સુરતના ડેપ્યુટી મેયરને ખભે ઉંચક્યા, જાણો લોકો કેમ રોષે ભરાયા

Back to top button