ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં એક વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં કામસુત્રની વાર્તા લખી, બીજાએ લવસ્ટોરી લખી

Text To Speech

સુરત, 1 ડિસેમ્બરઃ આજનું શિક્ષણ ક્યાં જઈને અટકશે? સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષામાં B.Com અને B.A.ના 6 વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાની ઘટના બની છે. B.A.ના એક વિદ્યાર્થીએ પ્રશ્નના જવાબમાં આખી કામસૂત્રની વાર્તા લખી નાખી હતી. જ્યારે B.Comના એક વિદ્યાર્થીએ પોતાના મિત્રની લવ સ્ટોરી નામ અને રોલ નંબર સાથે પેપરમાં લખી હતી. અન્ય ચાર વિદ્યાર્થીઓએ તો પ્રિન્સિપાલ અને પ્રોફેસરોના નામ સાથે પેપરમાં ગાળો લખી હતી. ત્યાર બાદ આ તમામ 6 વિદ્યાર્થીઓએ લેખિતમાં માંફી માંગી હતી.

યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને દંડ ફટકાર્યો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારના બનાવથી અનેક સવાલો ઊભા થયા છે. પરીક્ષાના પેપરમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરનારા 6 વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક આપવાની સાથે 500 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત યુનિવર્સિટીએ તાત્કાલિક નિયમમાં ફેરફારો કરીને આ પ્રકારની હરકત કરનાર વિદ્યાર્થી પોતે માનસિક રીતે સ્વસ્થ છે તેનું સર્ટિફિકેટ આપશે અને ત્યાર બાદ તેને પરીક્ષામાં બેસવા દેવાશે.

યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો
આ યુનિવર્સિટીમાં અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી. હવે આ 6 વિદ્યાર્થીઓના કારસ્તાન બાદ યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જણાવાયું છે કે, ઉત્તરવહીમાં અભદ્ર ભાષા લખવી એ એવું દર્શાવે છે કે વિદ્યાર્થીનું માનસિક સંતુલન બરાબર નથી. જેથી હવે કોઈ વિદ્યાર્થી અભદ્ર ભાષા લખશે તો તેને રૂ.1000નો દંડ કરાશે અને મનોચિકિત્સક પાસેથી માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ પ્રિન્સિપાલને આપવાનું કહેશે. ત્યારબાદ જ તે આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચોઃ રખડતાં ઢોર અંગે હાઇકોર્ટમાં સુનાવણી, પશુ માલિકોની રજૂઆતો સ્વીકારવા કોર્ટનો ઈન્કાર

Back to top button