સુરતમાં લમ્પી વાયરસે માર્યો ઉથલો,15 પશુઓના મોતથી તંત્ર થયું દોડતું
સુરતમાં ફરી એક વાર લમ્પી વાયરસે માથું ઉચક્યું છે. પશુઓમાં લમ્પી વાયરસના કેસ વધતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે. જાણકારી મુજબ લમ્પી વાયરસને કારણે એકસાથે 15 પશુઓના મોત થયા છે.
સુરતમાં લમ્પી વાયરસને કારણે 15 પશુઓના મોત
ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. પ્રાપ્ત જાણકારી મુજબ સુરતમાં લમ્પી વાયરસને કારણે એકસાથે 15 પશુઓના મોત થયા છે. આ ઘટનાને લઈને હવે સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.તેમજ પશુ ચિકિત્સકની ટીમ દ્વારા વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પશુપાલન વિભાગ દ્વારા સરવે શરૂ કરાયો
નવસારી બાદ સુરત જિલ્લાના માંગરોળ લમ્પી વાયરસે ઉથલો માર્યો છે. માંગરોળ તાલુકામાં લમ્પી વાયરસના કેસમાં વધારો થયો છે.આ સાથે ડેગડીયા, વેરાકુઈ ગામમાં પશુઓમાં લંપી વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે. જેને લઈ હવે પશુપાલન વિભાગ દ્વારા માંગરોળ તાલુકાના ગામોમાં સરવે શરૂ કરવામા આવ્યો છે.
સંબંધિત વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી શરુ
સુરત જિલ્લમાં લમ્પી વાયરસના કહેરને પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જે અંતર્ગત પશુ ચિકિત્સકની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામા આવી છે. જેમાં ખાસ કરીને સંબંધિત વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે વેરાકુઈ ગામમાં 15 જેટલા પશુઓના લંપી વાયરસને કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ગાંધીનગર : પંચદેવ મંદિરમાં ચાર લોકોને કરંટ લાગ્યો, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત