ગુજરાતચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

સુરત: આચારસંહિતાના ભંગ કરતા ભાજપ કોર્પોર્ટરની કરાઈ અટકાયત

Text To Speech

પ્રથમ તબક્કાનું મતદાન 1લિ ડિસેમ્બરના રોજ પૂર્ણ થયુ છે. ત્યારે સુરતમાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે ભાજપને મત આપવાની અપિલ કરતો વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયોને શોસિયલ મીડિયામાં પણ વાઈરલ કર્યો હતો. જે બાદ આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આજે થયેલી ફરિયાદ પર કાર્યવાહી કરી અટકાયત કરવામાં આવી છે. શરદ પાટિલ પર આચારસહિંતાના ભંગ બદલ ફરિયાદ કરવામાં આવી હતી.

શરદ પાટીલ સુરતના પાંડેસરા વોર્ડ નં.28ના કોર્પોરેટર છે. જેમણે પ્રથમ તબક્કાની ચૂંટણી દરમિયાન મતદાન કર્યા બાદ ભાજપને વોટ આપવાને લઈને વીડિયો બનાવ્યો હતો જે બાદ તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ભારે વિવાદ સર્જાયો હતો. જે બાદ ફરિયાદ નોંધાવામાં આવી હતી અને ફરિયાગદને આધારે આજે અટકાત કરવામાં આવી છે. સુરત ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે આચાર સંહિતાનો ભંગ કરી મત આપ્યા બાદ મતદાન કેન્દ્ર પાસે ભાજપને મત આપવાની અપીલ કરતો વીડિયો બનાવ્યો હતો.

આ પણ વાંચો:AIMIMના પ્રમુખ ઔવેસીનો ગુજરાતમાં ફરી એક વાર વિરોધ, લોકોએ કાળા વાવટા બતાવી ‘ઔવેસી ગો બેક’ ના નારા લગાવ્યા

સુરતમાં 5 બેઠકો પર ઓછું મતદાન નોંધાયુ છે. જેમાં વરાછા, કરંજ, ઉત્તર, કતારગામ, કામરેજમાં સરેરાશ 57.94% મતદાન થયુ છે. તેમજ પાટીદાર પ્રભુત્વ વાળી 5 બેઠકો પર મતદાન ઘટતા તમામ પક્ષ માટે અસમંજસની સ્થિતિ થઇ છે.

Back to top button