- આપ નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી
- ઈટાલિયાને સુરત ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાયા હતા
- ક્રાઈમ બ્રાન્ચથી મને જામીન આપવામાં આવ્યા – ઈટાલિયા
સુરતમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવી પર ટિપ્પ્ણી કરી ભરાયા છે. જેમાં સુરતમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી છે. તેમાં ગોપાલ ઈટાલિયાને સુરત ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાયા હતા. તેમાં ગૃહ રાજ્યમંત્રીના નામ સાથે ટિપ્પણી કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચથી મને જામીન આપવામાં આવ્યા
તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ પર પણ ટિપ્પણી કરી હતી. ત્યારે સુરતમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે પૂછપરછ બાદ પોલીસે મારી ધરપકડ કરી હતી. જેમાં જામીનપાત્ર ગુનો હોવાથી મને જામીન મળ્યા છે. ક્રાઈમ બ્રાન્ચથી મને જામીન આપવામાં આવ્યા છે. તથા જૂની FIR મુદ્દે પૂછપરછ માટે બોલાવ્યો હતો. તેમજ મારી વાતનું ભાજપના નેતાઓને ખોટું લાગ્યુ છે. તેમજ જ્યારથી 40 લાખ વોટ મળ્યા ત્યારથી તેમના પેટમાં તેલ રેડાયું છે. અમે અરવિંદ કેજરીવાલના ઇમાનદાર કાર્યકર છીએ. તથા ભાજપને ટક્કર આપે તેવી પાર્ટી AAP છે. ભાજપ ડરથી AAPને તોડવાના પ્રયાસો કરે છે.
પુછપરછ માટે ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી
સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત કરી હોવાનું સામે આવ્યુ છે. તેમની અટકાયતનું કોઇ ચોક્કસ કારણ તો સામે આવ્યુ નથી. જો કે પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે તેમને થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સામે કરેલી ટિપ્પણીને લઇને ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ કેસમાં પુછપરછ માટે ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
જાણો શું કરી હતી ટિપ્પણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAP નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી સામે ટિપ્પણી કરી હતી. ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ડ્રગ્સ મામલે એક ટિપ્પણી કરી હતી. આ બાદ આ મામલે સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાએ ટિપ્પણી કરતા હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા. આ સાથે તેમણે કહ્યુ છે કે, ગૃહમંત્રી ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે, મારા પર FIR કરવાથી અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. મેં જીવનમાં ક્યારેય નશો કર્યો નથી, નશો વેચ્યો નથી, છતાં મારા ફરિયાદ કરી રહ્યા છે. તેથી લાગી રહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ગોપાલ ઇટાલિયાની આવી ટિપ્પણી બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી.