ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતમાં બેફામ ટ્રક ચાલકે સાઇકલ સવાર વૃદ્ધને અડફેટે લેતા મૃત્યુ, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

Text To Speech

સુરત, 16 ઓકટોબર, રાજ્યમાં અકસ્માતોની ઘટના દિવસે અને દિવસે વધી રહી છે. તેવામાં તાજેતરમાં ઓવરસ્પીડને કારણે તેમજ નશાની હાલતમાં ડ્રાઇવરો બેફામ ચલાવતા અકસ્માત વધી રહ્યા છે. તેવો જ એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં ઉન પાટીયા ચાર રસ્તા પર સાયકલ સવાર વૃદ્ધને પૂરપાટ ઝડપે આવતા ટ્રકચાલકે ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. ટ્રકના ટાયર વૃદ્ધ પર ફરી વળતા શરીરના ટુકડા થઈ ગયા હતા. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યાં છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં ફરી એકવાર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. સુરતના ઉન પાટીયા ચાર રસ્તા પર 65 વર્ષીય વૃદ્ધ સાયકલ પર સવાર હતા અને રસ્તો ક્રોસ કરવા જતાં હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કાળરૂપી ટ્રકે ટક્કર મારી કચડી નાખ્યા હતા. ત્યારબાદ ટ્રકના આગળના ટાયર સહિત સાત જેટલા ટાયર તેમના પરથી ફરી વળતાં શરીરના ટુકડા થઈ ગયા હતા. અને વૃદ્ધનું ઘટના સાથળે જ મૃત્યુ નીપજયું હતું. અકસ્માતની આ ઘટનાને જોઈને આસપાસથી લોકો દોડી આવ્યા હતા. વૃદ્ધના શરીરના ટુકડાઓ જોઈને લોકોમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ભેસ્તાન વિસ્તારમાં આવેલી વૃંદાવન ટાઉનશીપ ખાતે 65 વર્ષીય પ્રભાકર પરિવાર સાથે રહે છે. વૃદ્ધ પ્રભાકર સાયકલ પર ખમણ વેચીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. વૃદ્ધ રોજ સાયકલ પર ખમણ વેચવા માટે આસપાસના વિસ્તારમાં જતા હતા. ગતરોજ સવારે વૃદ્ધ સાયકલ લઈને ઊન પાટિયા નજીક ખમણ વેચવા માટે ગયા હતા. ભેસ્તાનથી ઉન પાટીયા ચાર રસ્તા પર પહોંચ્યાં હતાં ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધના ટુકડાઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આ સાથે જ આ મામલે પોલીસ દ્વારા અકસ્માતનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો…અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા બે શખ્સ રૂ.31.50 લાખ સાથે ઝડપાયા

Back to top button