શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મસ્જિદ પક્ષને ઝટકો, અરજી ફગાવી
- વિવાદ સાથે જોડાયેલા 15 કેસોને ક્લબ કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો
નવી દિલ્હી, 19 માર્ચ: મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર વિવાદમાં મસ્જિદ સમિતિની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હકીકતમાં, મસ્જિદ કમિટી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને પડકારવામાં આવ્યો છે, જેમાં તેણે વિવાદ સાથે જોડાયેલા 15 કેસને એકસાથે ચલાવવાનું કહ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, આ તમામ કેસ એક જ પ્રકારના છે અને સમાન પુરાવાના આધારે નિર્ણય લેવાનો છે. જેના કારણોસર, કોર્ટનો સમય બચાવવા માટે, આ તમામ કેસની સુનાવણી એકસાથે કરવી વધુ સારું રહેશે.
#SupremeCourtofIndia has resolved the appeal lodged by Muslim parties against the #AllahabadHighCourt‘s directive to consolidate fifteen suits related to the Krishna Janmabhoomi-#ShahiIdgahMasjid dispute. pic.twitter.com/x22jIULpcf
— LawChakra (@LawChakra) March 19, 2024
સુપ્રીમ કોર્ટે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ – શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ અંગે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી બંધ કરી દીધી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો જેમાં હાઈકોર્ટે આ વિવાદ સાથે જોડાયેલા તમામ 15 કેસોને એકસાથે જોડીને સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.
#WATCH | Advocate Vishnu Shankar Jain, representing the Hindu side says “Supreme Court asked Shahi Idgah Masjid to present its case in Allahabad High Court. Allahabad High Court had consolidated 15 cases suits concerning the Krishna Janmabhoomi-Shahi Idgah Masjid dispute to hear… pic.twitter.com/gO7BOU9zSF
— ANI (@ANI) March 19, 2024
મસ્જિદ ટ્રસ્ટને અગાઉના પરિણામથી અસંતુષ્ટિ હોય તો ફરીથી અપીલ કરે : SC
સુપ્રીમ કોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત 15 કેસોને ક્લબ કરવાના અલ્હાબાદ હાઇકોર્ટના નિર્દેશ વિરુદ્ધ મુસ્લિમ પક્ષકારો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલનો નિકાલ કર્યો છે. ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચે જણાવ્યું હતું કે, પડકાર હેઠળના આદેશને પાછો ખેચવા માટેની અરજી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ હોવાથી, મસ્જિદ ટ્રસ્ટને અગાઉના પરિણામથી અસંતુષ્ટિ હોય તો વર્તમાન અપીલ ફરીથી ખોલવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
આ પણ જુઓ: બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને અવમાનના અંગે સુપ્રીમ કોર્ટે સમન્સ પાઠવ્યા