ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની 72 જગ્યાઓ સામે 599 ઉમેદવારો મેદાને

Text To Speech

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની 72 જગ્યાઓ સામે 599 ઉમેદવારો મેદાને છે. જેમાં આંકડાશાસ્ત્ર ભવનમાં કુલ 3 જગ્યા સામે માત્ર 4 જ ઉમેદવારો નોંધાયા છે. જ્યારે લાઈબ્રેરી સાયન્સ ભવનમાં કુલ 1 જગ્યા સામે 2 ઉમેદવારો નોંધાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના જ સિન્ડિકેટ સભ્યો દ્વારા વોટ્સએપ ગ્રુપ મારફતે કરવામાં આવેલા અધ્યાપકોની ભરતીમાં ભલામણકાંડના કારણે રદ થયેલી કરાર આધારિત અધ્યાપકોની ભરતી ફરી એક વખત કરવામાં આવી રહી છે. જેમાં આ વખતે ઇન્ટરવ્યૂમાં સિન્ડિકેટ સભ્યો નહિ બેસી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભરતી પારદર્શકતાથી થાય તે માટે અન્ય યુનિવર્સિટીના જે તે વિદ્યાશાખાના ડીન તથા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના પ્રતિનિધિ ઇન્ટરવ્યૂ કમિટીમાં બેસશે. જેમાં ભવનના અધ્યક્ષ અને ફેકલ્ટી ડીન ઉપસ્થિત રહી શકશે. આ માટે ટૂંક સમયમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી માટે ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે.

Back to top button