‘ભગવા’ બિકિની વિવાદમાંઃ લોકો ‘લાખો’ના શાહરૂખને જોવાનું ભુલ્યા!
પઠાણ ફિલ્મના બેશરમ રંગ ગીતનો શુમાર યુવાહૈયાઓ પર ચઢેલો છે, તો બીજી બાજુ દીપિકા પાદુકોણની ભગવા બિકિની પરનો વિવાદ પુરૂ થવાનું નામ લેતો નથી. આશ્વર્યની વાત એ છે કે દીપિકાની બિકિનીમાં અટવાયેલા લોકો શાહરૂખ તરક ધ્યાન આપવાનું ભુલી ગયા છે. આ સોંગમાં શાહરૂખખાનનો લુક લાખો રૂપિયાનો છે. હવે આપણે થોડી ચર્ચા કિંગ ખાનની પણ કરી લઇએ. આ સોંગમાં શાહરૂખખાને પહેરેલા શર્ટની કિંમત 8100 રૂપિયા છે. હવે આ શર્ટ ઓનલાઇનમાં આઉટઓફ સ્ટોક થઇ ચુક્યો છે.
આ સોંગમાં બ્લેક કુલ શર્ટ સાથે શાહરૂખખાને વ્હાઇટ કલરના સ્નીકર્સ પહેર્યા છે. તેની કિંમત 1,10,000 રૂપિયા છે. આ સોંગમાં તેણે જે સનગ્લાસ પહેર્યા છે તે ટાઇટેનિયમ ફ્રેમના સનગ્લાસની કિંમત 41,200 રૂપિયા છે. બસ આજ કારણોથી શાહરૂખખાનને કિંગ ખાન કહેવાય છે.
લોકોએ ભગવા બિકિની પર એટલો વિવાદ કર્યો કે શાહરૂખ પર તો ધ્યાન જ ન આપી શક્યા. ઉલ્લેખનીય છે કે દીપિકાની બિકિનીના કલર પર એ હદે વિવાદ થયો છે કે છેલ્લા થોડા દિવસોથી બોયકોટ પઠાણ ટ્રેન્ડ થઇ રહ્યુ છે.
આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર નિવેદન આપતા સર્જાયો વિવાદ,જુઓ શું કહ્યું