કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

વાહ બહેન વાહ ! રક્ષાબંધનમાં બહેને કરી ભાઈની રક્ષા, કિડની ડોનેટ કરીને ભાઈને આપ્યું નવું જીવન

Text To Speech

ભાઈ-બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન જેમાં ભાઈ બહેનની રક્ષા કરવા માટે પ્રતીજ્ઞા લે છે. પરંતુ રાજકોટમાં એક કિસ્સામાં ઊલટું જોવા મળ્યું છે. જેમાં ભાઈ નહીં પણ બહેને ભાઈની રક્ષા કરવા પ્રતીજ્ઞા લીધી અને તેને સાકાર પણ કરી રહી છે. વાત છે રાજકોટની હોસ્પિટલ કે જેમાં ભાઈની બન્ને કિડની ફેઇલ થઈ જતા પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. પરંતુ યુવા વય હોવા છતા બહેન આગળ આવી અને ભાઈને એક કિડની ડોનેટ કરી. બહેનની કિડનીથી ભાઈને નવજીવન મળ્યું અને આજે હોંશે હોંશે ભાઈ-બહેન પોતાની જિંદગીને માણી રહ્યા છે. ખરા અર્થમાં રક્ષાબંધનના તહેવારને આ ભાઈ-બહેને ચરિતાર્થ કરી બતાવ્યો છે.

DAYABEN

હોસ્પિટલના કિડની સ્પેશિયાલિસ્ટે જણાવ્યું હતું કે, આપણા દેશમાં અને સંસ્કૃતિમાં બહેન-ભાઈ વચ્ચેના સંબંધનો તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવા માટેની પ્રતીજ્ઞા લે છે. પરંતુ અમારી હોસ્પિટલમાં એક ભરતભાઈ નામના દર્દી હતા એમની સંજોગોવસાત બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી. તેમને નિયમિત અઠવાડિયામાં બેથી ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. બહેનની કિડનીથી નવજીવન મેળવનાર ભરતભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, હું કિડનીના રોગથી પીડાતો હતો. 10 મહિનાથી ડાયાલિસિસ કરાવતો હતો. પછી મારી બહેન મારુ દુખ દર્દ ન જોઈ શકી અને તેણે તેની કિડની મને આપી. મારા બનેવીએ પણ આ બાબતે સપોર્ટ કર્યો હતો. હાલ મને સારું છે. રક્ષાબંધન પર ભાઈ બહેનની રક્ષા કરે પણ મારી તો મારી બહેને રક્ષા કરી છે. મારી બહેનનો આભાર માનુ એટલો ઓછો છે કે મને ફરી ઉભો કર્યો છે. બહેન દયાબેન વાગડિયાએ જણાવ્યું હતું કે, મારા ભાઈની બન્ને કિડની ફેઇલ હતી. એટલે એનું દુખ મારાથી ન જોવાયું એટલે મેં નક્કી કર્યું કે, મારા ભાઈને હું કિડની આપું. બાદમાં મારા સાસરીયા પક્ષે મને સપોર્ટ કર્યો એટલે મેં મારા ભાઈને કિડની આપી. અત્યારે મારા ભાઈ અને મને પણ સારું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રાખડી બાંધી કરી ઉજવણી, જુઓ Photos

ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં તેમના બહેન જે પોતે પણ યુવાન છે. પરંતુ પોતાના પરિવારની સંમતિથી તેમણે પોતાના ભાઈની રક્ષા માટે થઈને અને પોતાના ભાઈને નવજીવન આપવા માટે થઈ પોતાની કિડનીનું દાન કર્યું. તેમના ભાઈમાં દાન કરેલી બહેનની કિડની બરાબર કામ પણ કરે છે. આથી ભાઈને નવજીવન મળ્યું છે. હવે ભરતભાઈને ડાયાલિસિસની જરૂરિયાત પણ પડતી નથી. સમાજ માટે બહેને ભાઈને કિડની આપીને એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

Back to top button