ગુજરાત

રાજુલામાં પતરા પર ચડી કામ કરતા યુવકનું વીજશોક લાગતા મોત નીપજ્યું

Text To Speech

અમરેલીઃ રાજુલામાં એક યુવક મકાનના પતરાં ઉપર મૂંઢડીનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન GEBનો વાયર પસાર થતો હોવાની જાણ ન રહેતા અકસ્માતે યુવકનો જમણો હાથ વાયરને અડી જતા તેને શરીરમાં વીજશોક લગતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકના ભાઈને આ બાબતની જાણ થતા તેને રાજુલા પોલીસ સ્ટેશન પર જાણ કરી હતી અને જેને પગલે પોલીસે ઘટનાસ્થળ પર આવી પ્રાથમિક તાપસ કરીને મૃતકની લાશને પીએમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી

રાજુલાના વતની દિલીપભાઈ ભીખાભાઇ જાદવ ઉમર વર્ષ આશરે 30 રાજુલામાં જ બીડી કામદારના મકાનના પતરા ઉપર ચડીને મૂંઢડીનું કામ કરી રહ્યા હતા અને આ કામ કરતા હતા તે જ દરમિયાન મકાન ઉપરથી ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ (GEB)નો વાયર આ મકાન ઉપરથી પસાર થતો હોવાની જાણ ન રહેવાને કારણે દિલીપભાઈ જાદવનો જમણો હાથ આ વાયરને અડી જતા તેને શરીરમાં ભયંકર વીજશોક લાગ્યો હોવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

આ બનાવની જાણ તેના મોટા ભાઈ મનુભાઇ ભીખાભાઇ જાદવને કરવામાં આવી હતી અને મનુભાઈ ઘટના સ્થળે પહોંચીને પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા રાજુલા પોલીસઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે રાજુલા પોલીસ દ્વારા CRPC કલમ 174 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button