કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં ઝોમેટોના ફૂડ ડિલિવરી બોયે વેજના બદલે નોનવેજ ફૂડ ડિલિવર કર્યું

Text To Speech

રાજકોટ, 01 જુલાઈ 2024, શહેરમાં ફૂડ ડિલિવરી એપ ઝોમેટોની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. ઝોમેટોના ફૂડ ડિલિવરી બોયે વેજ ફૂડના બદલે ગ્રાહકને નોનવેજ ફૂડ ડિલિવર કર્યું છે. ત્યાર બાદ ઝોમેટોના મેનેજરે મનપાના આરોગ્ય વિભાગ પાસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, રેસ્ટોરન્ટમાં વેજ અને નોનવેજ બંને ફૂડનું વેચાણ થતું હોવાથી ભૂલ થઈ છે. જો કે, રેસ્ટોરન્ટના માલિકે નોનવેજ ફૂડનું જ વેચાણ થતું હોવાનો સ્વીકાર કર્યો છે.ઝોમેટોની એપમાં પણ રેસ્ટોરન્ટને વેજ કેટેગરી દર્શાવાઈ છે. જેથી ઝોમેટોએ રેસ્ટોરન્ટ માલિક સાથેની ઓનલાઇન ચેટમાં પોતાની ભૂલ સ્વીકારી છે.

ઝોમેટો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ
ગ્રાહક ગૌરવ સિંઘે જણાવ્યું હતું કે, મેં ઝોમેટો દ્વારા વેજ બીરિયાની અને વેજ કબાબ ઓર્ડર કર્યા હતા. જો કે, ડિલિવરી થયેલી વસ્તુઓ નોનવેજ છે. જેમાં બિરિયાનીમાં હાડકા અને બકરાનું માંસ હતું. તો કબાબ પણ નોનવેજ હતું. જો કે, આ બાબતથી અજાણ હોવાને કારણે મેં એક ચમચી ખાધી હતી. પરંતુ તેનાથી મને ખ્યાલ આવી ગયો કે, આ વસ્તુઓ વેજ નથી. માત્ર એક ચમચી ખાવા છતાં મને ઊલટીઓ થઈ હતી. આ પછી મેં ખાદ્ય પદાર્થનો વીડિયો બનાવ્યો હતો. તેમજ મારા ઓર્ડરનાં સ્ક્રિનશોટ સહિતની જરૂરી વસ્તુઓ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બાબત કોઈનો ધર્મ ભ્રષ્ટ કરે તેવો હોવાથી ઝોમેટો સામે કડક પગલાં લેવામાં આવે તેવી મારી માગ છે.

આ પણ વાંચોઃફૂડમાંથી જીવજંતુ નીકળવાની છઠ્ઠી ઘટનાઃ જૈન ગૃહઉદ્યોગના અથાણાંમાંથી ગરોળી નીકળી

Back to top button