માસૂમને અંધશ્રદ્ધાના ડામ! રાજકોટમાં બાળકી બીમાર પડતાં નિદાનના બદલે ધગધગતા ડામ અપાયા
વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં અંધશ્રદ્ધાને કારણે અનેક લોકોને જીવ ગૂમાવવો પડી રહ્યો છે. જેમાં માસુમ બાળકોનો પણ ભોગ લેવાતો હોય છે. ત્યારે આવામાં રાજકોટમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 10 માસની બાળકીને શરદી ઉધરસ મટાડવા પેટે ડામ આપવામાં આવ્યો હતો. જેના કારણે તેની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં ખસડેવામાં આવી છે.
રાજકોટમાં 10 માસની બાળકીને ડામ આપ્યા
આજના આધુનિક સમયમાં પણ ભૂત-ભૂવા અને અંધશ્રદ્ધામાં લોકો પોતાના પરિવારનો જ ભોગ આપતા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આજે રાજકોટમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાંશરદી-ખાંસી મટાડવા માટે 10 માસની બાળકીને ડામ આપ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના સુરેન્દ્રનગરના વડગામમાં બની છે.
આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં મેઘમહેર, જાણો આજે ક્યાં પડશે વરસાદ ?
ડામ આપતા બાળકીની તબિયત બગડી
પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરમાં 10 માસની બાળકીને શરદી-ખાંસી થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જવામાં આવી હતી, બિમાર બાળકીને વડગામમાં આવેલા સિકોતર માતાજી મંદિરમાં એક મહિલા દ્વારા બાળકીને પેટના ભાગે ગરમ કરેલી વસ્તુ દ્વારા ડામ આપવામાં આવ્યો હતો. જેના કારણે બાળકીની હાલત વધારે ગંભીર થઈ હતી, જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જ્યારે ડામ આપનારી મહિલા ફરાર થઈ ગઈ છે.
સારવાર માટે પૈસા ન હોવાથી ડામ અપાવવા લઈ ગયા
આ બાળકીનો પરિવાર વિરમગામમાં રહે છે. જાણકારી મુજબ બાળકીને ડામ આપ્યા તે પહેલા તેને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સારવારના 50થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થવાની વાત ડોક્ટરે કરી હતી. અને પરિવાર માટે તાત્કાલિક આટલા રૂપિયા એકઠા કરવા મુશ્કેલ હતા ત્યારે તેમના સગાએ ડામ આપવાની વાત કરી હતી જેથી તેને ડામ આપવા માટે લઈ ગયા હોવાનું પરિવારે કબૂલ્યું હતું.
આ પણ વાંચો : ભાજપના આંતરિક વિખવાદ વચ્ચે પ્રદિપસિંહ વાઘેલાએ 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હતું!, જાણો વધુ