કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં ગૌ માતા સાથે અધમ કૃત્ય આચારવાની ઘટના : નરાધમને પોલીસે દબોચ્યો

Text To Speech
  • ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરનાર લાલા વાળા સામે ફિટકાર
  • શહેરમાં કેસરી પુલ નીચે રવિવારે બપોરે બનેલી ઘટના
  • ઘટનાનો માલધારીઓએ વીડિયો ઉતારી નરાધમને પોલીસને સોંપી દીધો

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઈકાલે રવિવારે બપોરે કેસરી પુલ નીચે ગાય સાથે એક કુખ્યાત શખસ ષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતા ઝડપાયો હતો. આ નામચીન શખ્સને માલધારીઓએ ઝડપી લીધો હતો. નરાધમના પાપનો ભાંડો ફૂટતાં તે દોડીને ઘરમાં પૂરાઇ ગયો હતો. જોકે ઘટનાથી રોષે ભરાયેલા માલધારીઓએ તેના ઘરને કોર્ડન કરી પોલીસને બોલાવી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે પણ એ નરાધમની આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઘટનાથી ચો તરફથી નરાધમ ઉપર ફિટકાર વરસી રહી છે.

શું છે આખી ઘટના ?

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં કાળુભાઇ દામજીભાઇ મજેઠિયા (ઉ.વ.25) નામના માલધારી ગઈકાલે રવિવારે બપોરે એકાદ વાગ્યે ગાય સહિતના તેના પશુઓને કેસરી પુલ નીચે લઇને ગયા હતા અને પશુઓને ઘાસચારો અને પાણી આપી પોતે થોડે દૂર બેઠા હતા. દરમિયાન બપોરે દોઢેક વાગ્યાના અરસામાં તેમના જ વિસ્તાર નરસંગપરાનો લાલો રમણીક વાળા (ઉ.વ.24) ગાય જ્યાં બેઠી હતી ત્યાં પહોંચ્યો હતો અને થોડા આંટા ફેરા કર્યા બાદ ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવા લાગ્યો હતો.

માલધારીઓ ઘટનાસ્થળે એકઠાં થઈ ગયા હતા

નરસંગપરાનો નરાધમ લાલો ગાય સાથે દુષ્કૃત્ય આચરી રહ્યો હતો ત્યારે ત્યાંથી હમીરભાઇ ચારોલિયા પસાર થતાં તેમની નજર લાલા પર પડી હતી અને હમીરભાઇએ પશુપાલક કાળુભાઇને જાણ કરી હતી અને અન્ય પશુપાલકો પણ એકઠા થઇ ગયા હતા. તેઓએ ગાય સાથે દુર્વ્યવહાર કરી રહેલા નરાધમ લાલાના કૃત્યનું મોબાઇલથી વીડિયો શૂટિંગ કરી તેની વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા બાદ ટોળું લાલાને પકડવા દોડ્યું હતું.

નરાધમ લાલો ઘરમાં પુરાઈ ગયો હતો

આ ઘટનાને પગલે પોતાના પાપનો ભાંડો ફૂટી ગયાનો અહેસાસ થતાં નરાધમ લાલો વાળા ત્યાંથી નાસીને નજીકમાં આવેલા પોતાના ઘરમાં જઇ રૂમમાં પૂરાઇ ગયો હતો. બીજીબાજુ આ અંગેની જાણ કરાતા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઇ હતી અને પોલીસે લાલા વાળાને તેના ઘરમાંથી ઝડપી લઈ સૃષ્ટિવિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Back to top button