કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ
રાજકોટમાં પાલક પિતાએ હેવાનિયતની હદ વટાવી, દત્તક દીકરી પર કારખાનેદાર સાથે મળી વારંવાર દુષ્કર્મ આચર્યું


રાજકોટઃ શહેરમાં વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક કલંકિત ઘટના સામે આવી છે. જેમાં પાલક પિતાએ જ દીકરીને પીંખી નાંખી છે.
કારખાનેદાર સાથે મળી આચર્યું કુકર્મ
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં પાલક પિતા સગીર દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચરતા હતા. ઉલ્લેખનીય છે કે, તેમણે આ દીકરીને દત્તક લીધી હતી. કારખાનેદાર સાથે મળીને પાલક પિતા વારંવાર દીકરીને અડપલાં કરતા હતા. તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. ત્યારે દીકરીએ સમગ્ર ઘટનાની જાણ માતાને કરતા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
આરોપીઓના નામઃ
- અલી સમેજા
- કૌશિક લોહાણા
- આશુ સમેજા (અલી સમેજાની પત્ની)