રાજકોટ પોલીસ એક્શનમાં, જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલાં
Rajkot: રાજકોટમાંથી ઝડપાયેલા અલકાયદાના આતંકી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા શખ્સોને લઇને રાજકોટ પોસીસ એક્શન મોડમાં આવી છે અને તપાસ હાથ ધરી છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા અલકાયદાના આતંકી સંગઠન સાથેના સબંધ ધરાવતા શખ્સો પકડાતાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ. જાહેરનામાં અનુસાર જે લોકો કોઈ પણ વ્યક્તિને મકાન ભાડે આપે કે નોકરી પર કોઈ વ્યક્તિને રાખે તેમની નોંધ પોલીસ સ્ટેશનમાં કરાવવામાં કરાવી જરુરી કરી હતી.
‘કોઈને મકાન ભાડે આપે કે નોકરીએ રાખે’ પોલીસને જાણ કરવી જરુરી
રાજકોટમાં આતંકવાદીઓ ઝડપાયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજકોટ પોલીસે 5 ઓગસ્ટ એક જ દિવસમાં 30 જેટલા લોકો સામે જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાયો છે. મકાન ભાડે આપીને તથા કર્મચારી તરીકે માણસ રાખીને તેની પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવનાર સામે રાજકોટ પોસીસ કાર્યવાહી કરી રહી છે. પોતાને ત્યાં કામ કરનાર માણસની પોલીસને ઓનલાઈન કે ઓફલાઈન જાણ ન કરનારા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
છેલ્લા 3 દિવસમાં 50થી વધુ લોકો સામે જાહેરનામા ભંગ કરવાનો ગુનો નોંધાયો
સૌથી વધારે A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 14 લોકો સામે ગુનો નોંધાયો છે. જ્યારે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 8 લોકો સામે ગુનો નોંધાયો છે. તો પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 2 લોકો સામે ગુનો નોંધાયો છે. તો છેલ્લા 3 દિવસમાં 50થી વધુ લોકો સામે જાહેરનામા ભંગ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે કલમ 188 અંતર્ગત પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ પોલીસનું સત્તત પેટ્રોલિંગ:
અગાઉ રાજકોટ SOG દ્વારા સોની બજાર અને શહેરના અન્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગમાં આ જાહેરનામાનો ભંગ કરનાર 16 લોકો વિરુદ્ધ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ લોકોમાં 9 સોની વેપારીઓ સામે કારીગરોની નોંધ ન કરાવવાના કારણે ગુનો નોંધાયો અને અન્ય લોકો વિરુદ્ધ મકાન ભાડે આપીને તેની પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવવાના કારણે ગુનો નોંધવામાં આવ્યો છે. આમ સોની બજારમાંથી આટલા મોટા ષડયંત્ર સાથે સંકળાયેલા શખ્સો ઝડપાયા બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટનો રસપ્રદ કિસ્સો, દોસ્તે દોસ્તની મૂર્તિ સ્થાપિત કરી, હવે દરરોજ કરે છે પૂજા