કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં 10 વાગ્યા સુધી જ ગરબા શરૂ રાખી શકાશે, CP ના પરિપત્રથી વિવાદ

Text To Speech

આગામી સપ્તાહથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આજે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબી સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી અને આ અંગે ગાઈડલાઇન્સ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં રાત્રીના 10 સુધી જ ગરબી ચાલુ રાખી શકાશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત જો કોઈ આ આદેશનો ભંગ કરશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે તેવું જાહેર કરાતા વિવાદ સર્જાયો છે.

સુપ્રીમની ગાઈડલાઇન્સનું પાલન કરાશે, સરકાર કહેશે તો ફેરફાર થશે

આ જાહેરનામા સંદર્ભે કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અગાઉથી જ પોતાના નિવેદનમાં સુપ્રીમની ગાઈડલાઇન્સનો ઉલ્લેખ કરી દીધો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો સરકાર આદેશ કરશે તો તેમાં ફેરફાર કરવામાં આવશે.

આ રહ્યા કમિશનરે સુચવેલા 28 અદેશોની યાદી

અર્વાચીન ગરબામાં ભાગ લેનાર ખેલૈયાઓની સાચી ઓળખ પ્રસ્થાપતિ કરીને પ્રવેશ આપવાનો રહેશે.

અર્વાચીન તથા મોટી પ્રાચીન ગરબીઓના આયોજકોએ પ્રાઈવેટ સીકયુરીટી સ્ટાફને અવશ્ય ઓળખપત્ર આપવાના રહેશે.

એન્ટ્રી/એકઝીટ ગેઇટોની સંખ્યા વધુમાં વધુ કરવાની રહેશે. દરેક દરવાજા ઉપર સીકયુરીટી માણસો રાખવાના રહેશે. ગરબા સ્થળ ખાતે પ્રવેશ અને નિકાસ ધ્વાર અલગ-અલગ રાખવાના રહેશે અને ઇમરજન્સી નિકાસ અલગ ગેઇટ રાખવાના રહેશે.

મહીલા અને પુરૂષો માટે અલગ-અલગ પ્રવેશ ધ્વાર રાખવાના રહેશે

દરેક એન્ટ્રી ગેઇટ ઉપર ડી.એફ.એમ.ડી. ફરજીયાત લગાવવાના રહેશે. અને એચ.એચ.એમ.ડી.નો ઉપયોગ કરવાનો રહેશે. અને પ્રાઇવેટ સીકયુરીટી મારફતે ચેકીંગ કરાવવાનું રહેશે અને મહીલાઓની ચકાસણી માટે મહીલા સુરક્ષા કર્મચારી રાખવાના રહેશે.

દરેક એન્ટ્રી /એકઝીટ ગેઇટ ઉપર સી.સી.ટી.વી.કેમેરા ફરજીયાત લગાવવાના રહેશે. અને પ્રાઇવેટ સીકયુરીટીના માણસો મારફતે મોનીટરીંગ કરવાનું રહેશે. અને સી.સી.ટી.વીનું ફુટેજ સીડી અથવા ડીવીડી ફોર્મેટમાં સાચવીને રાખવાનું રહેશે. પોલીસને જરુર જણાય ત્યારે રજુ કરવાનું રહેશે.

દાંડીયા રાસની અવધી દરમ્યાન પ્રાઇવેટ સીકયુરીટી ગાર્ડની જરૂરીયાત મુજબના ગાર્ડની વ્યવસ્થા કરવાની રહેશે. અને સીકયુરીટી એજન્સીના માણસો ધ્વારા પાર્કીંગ તેમજ તમામ વ્યવસ્થા જાળવવાની રહેશે

દાંડીયા રાસની અવધી દરમ્યાન દરેક વાહનના નંબર, વાહનનો પ્રકાર, રજીસ્ટરમાં લખવાની વ્યવસ્થા કરવાની રહેશે. આર.સી. બુક અથવા ડ્રાઇવીંગ લાયસન્સ અથવા પુરાવાની વિગતો રજીસ્ટરમાં લખવાની રહેશે.

પાર્ક થતાં વાહનો ઉપર નજર રાખવા સીકયુરીટીના માણસોને સુચના આપવાની રહેશે.પાર્કીંગ અને સુરક્ષાની વ્યવસ્થા આયોજકે જાતે કરવાની રહેશે.

દાંડીયા રાસની અવધી દરમ્યાન પ્રાઇવેટ સીકયુરીટી ગાર્ડની જરૂરીયાત મુજબના ગાર્ડની વ્યવસ્થા કરવાની રહેશે. અને સીકયુરીટી એજન્સીના માણસો ધ્વારા પાર્કીંગ તેમજ તમામ વ્યવસ્થા જાળવવાની રહેશે

દાંડીયા રાસની અવધી દરમ્યાન પ્રાઇવેટ સીકયુરીટી ગાર્ડની જરૂરીયાત મુજબના ગાર્ડની વ્યવસ્થા કરવાની રહેશે. અને સીકયુરીટી એજન્સીના માણસો ધ્વારા પાર્કીંગ તેમજ તમામ વ્યવસ્થા જાળવવાની રહેશે

દાંડીયા રાસની અવધી દરમ્યાન દરેક વાહનના નંબર, વાહનનો પ્રકાર, રજીસ્ટરમાં લખવાની વ્યવસ્થા કરવાની રહેશે. આર.સી. બુક અથવા ડ્રાઇવીંગ લાયસન્સ અથવા પુરાવાની વિગતો રજીસ્ટરમાં લખવાની રહેશે.

પાર્ક થતાં વાહનો ઉપર નજર રાખવા સીકયુરીટીના માણસોને સુચના આપવાની રહેશે.પાર્કીંગ અને સુરક્ષાની વ્યવસ્થા આયોજકે જાતે કરવાની રહેશે.

બીન વારસી કે વધારે સમયથી પડેલા વાહનો બાબતે પોલીસને જાણ કરવાની રહેશે.

ગરબાના સ્થળે ખુલ્લી જગ્યામાં થોડા દુરના અંતરે વાહનો પાર્ક કરાવવાના રહેશે.

પાર્કીંગ વિસ્તારમાં વાહનોની ચોરીના બનાવ ન બને તે માટે પ્રાઇવેટ સીકયુરીટીના માણસો રાખવાના રહેશે.

રાત્રીના કલાક ૨૨/૦૦ વાગ્યા પછી કોઇપણ સંજોગોમાં પ્રોગ્રામ ચાલુ રાખવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

ગરબામાં અશ્લીલ પ્રોગ્રામ હશે તો ઇ.પી.કો. કલમ ૨૯૦ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અઘટીત બનાવ બનશે તો સંપુર્ણ જવાબદારી આયોજકની રહેશે.

આયોજકોએ દાંડીયા રાસ દરમ્યાન દર્શકો સાંભળી શકે તેટલા પુરતા અવાજમાં માઇક વગાડી શકે છે. આજુબાજુના વિસ્તારમાં લોકોને અવાજથી ફરીયાદ થાય તો સ્થળ ઉપર પોલીસ અધિકારી પરવાનગી રદ કરીને તમામ માઇકના સાધનો કબ્જે કરશે અને કાયદેસરના પગલા લેશે.

પરવાનગીમાં જણાવેલ નિયત સમય કરતાં વધારે સમય માટે કોઇપણ સંજોગોમાં માઇક્રોફોન વગાડી શકશે નહી. માઇક્રોફોન નિયત સમય કરતા વધારે સમય માટે વગાડવામાં આવશે અને અરાજકતા ફેલાશે તો જવાબદાર ગણી પરવાનગી રદ કરવામાં આવશે.

ગરબીમાં સદરહુ સ્થળે આગ અકસ્માત સામે રક્ષણ કરવા અગ્નિશામક સાધનોની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવાની રહેશે.

ઇલેકટ્રીક સિસ્ટમ માટે અલગ-અલગ ઓપરેટરો રાખવા અને જવાબદાર વ્યકિતએ મેઇન સ્વીચ પાસે ઉપલબ્ધ રહી વિજળીની વ્યવસ્થામાં વિક્ષેપ નિવારવા સજાગ રહેશે.

ગરબા સ્થળ આજુ બાજુના વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતની હીલચાલ ઉપર વોચ માટે ખાનગી સીકયુરીટીની મદદમાં ગરબાના આયોજકોએ પોતાના સ્વયં સેવકો ખાનગી કપડામાં રાખવાના રહેશે.

કોઇપણ પ્રકારની અફવાઓને ઉત્તેજન આપવું નહી કે તેનું ચાલુ ગરબામાં માઇક સીસ્ટમ ધ્વારા પ્રસારણ કરવું નહી કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો તાત્કલીક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી.

ગરબાના ગ્રાઉન્ડ પર કોઇ બેગ કે બીજી ચીજ વસ્તુ લઇને આવે તો પ્રવેશાર પાસે ટોકન આપી જમા લેવી શંકાસ્પદ વસ્તુ લાગે તો તેની ચકાસણી કરવાની રહેશે.

કોઇપણ પ્રકારની અફવાઓને ઉત્તેજન આપવું નહી કે તેનું ચાલુ ગરબામાં માઇક સીસ્ટમ ધ્વારા પ્રસારણ કરવું નહી કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો તાત્કલીક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી.

પબ્લીકની સગવડતા ખાતર ગરબાના સ્થળે વધારે પ્રમાણમાં બેરીકેટીંગ બાંધવું.

ગરબીના સ્થળ ચારેય દિશામાં ચાર વોચ ટાવર ઉભા કરવા અને વોચ ટાવર ઉપરથી વીડીયો શુટીંગ રોજે રોજનું કરાવવાનું રહેશે. અને કલોઝ સરકીટ વીડીયો કેમેરા લગાડવાના રહેશે.

આયોજકોને તેમની હદના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. તથા હોસ્પીટલ અને ફાયર સ્ટેશનના તથા પોલીસ કંટ્રોલ રુમના નંબર મેળવીને અવશ્ય રાખવાના રહેશે. અને ચીફ ફાયર ઓફીસર તરફથી ઇસ્યુ થયેલ એન.ઓ.સી.ની શરતોનું પાલન કરવાનું રહેશે.

આયોજનના સ્થળે ફરજ બજાવતાં તમામ સ્વયં સેવકો ઇલેકટ્રીશ્યન સીકયુરીટીના માણસો, સ્ટોલ ધારકો ઉપર ફરજીયાત માણસો વિગેરેને આઇડેન્ટી કાર્ડ આપવા અને તેના નામ સરનામા, અને ફોન નંબરની માહિતી સ્થાનિક પોલીસને આપવાની રહેશે.

આયોજકોએ ગરબાના સ્થળની ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં ટીકીટ/પાસનું વેંચાણ/વિતરણ કરવું નહી.

નવરાત્રી ઉત્સવ દરમ્યાન માંગવામાં આવેલ મંજુરીવાળા સ્થળ ઉપર નવરાત્રી ઉત્સવ સમિતીના આયોજકો ધ્વારા ઉત્સવ વાળી જગ્યાએ રાજકીય કે બિનરાજકીય હોદ્દેદારો/વ્યકિત ધ્વારા વર્ગવિગ્રહ, સામાજીક ભાવનાઓ કે શાંતિ જોખમાય તેવું કોઇ પણ કૃત્ય /ઉશ્કેરણીજનક ભાષણ /પોસ્ટર પ્રદર્શન કે અન્ય કોઇ પ્રવૃતિ કરવાની રહેશે નહી.

આયોજકોએ હાલમાં સરકારશ્રીની COVID-19ને અનુલક્ષીને જારી કરેલ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે

 

Back to top button