રાજકોટમાં વધુ એક તાંત્રિકની કરતૂત આવી સામે, વિધિના નામે પડાવ્યા આટલા રૂપિયા !
રાજ્યમાં ભૂવા, ધુતારા અને તાંત્રિક બાબાઓની કેટલીય કરતૂતો અવારનવાર સામે આવતી હોય છે. હમણાં જ થોડા સમય અગાઉ રાજકોટમાં એક બાબાએ પતિપત્નીને વિધિના નામે શું કરાવ્યું હતું તે સૌ કોઈ જાણે જ છે ત્યારે રાજકોટમાંથી વધુ એક બાબાની કરતૂત સામે આવી છે. રાજકોટમાં વિધિ કરવાના બહાને એક ઢોંગી તાંત્રિક બાબાએ લાખો રૂપિયા ખંખેરી લીધાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસને ફરિયાદ મળ્યા બાદ આ ઢોંગી તાંત્રિકને ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટમાં તાંત્રિક બાબાનો ભોગ બનનાર એક વ્યક્તિએ પોતે તાંત્રિક દ્વારા ઠગવાની ફરિયાદ નોંધાવી છે. તાંત્રિક બાબાનો ભોગ બનનાર પીડિતે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ઢોંગી બાબા સામે ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદના આધારે પોલીસે આ ઢોંગી તાંત્રિકને ઝડપી લીધો હતો. તાંત્રિક રાજસ્થાન ભાગી ગયો હતો પરંતુ ભક્તિનગર પોલીસની ટીમ દ્વારા રાજસ્થાન ભાગેલા તાંત્રિકની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી મુજબ આ ઢોંગી તાંત્રિક રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં અન્ય કેટલાય લોકોને પોતાની તાંત્રિકવિધિનો શિકાર બનાવી ચૂક્યો હોવાની શંકા છે.
આ પણ વાંચો : વિધર્મી યુવકે યુવતીને ભોળવી કર્યું શોષણ, અસહ્ય ત્રાસથી કંટાળી યુવતીએ ભર્યું અંતિમ પગલું !
ઢોંગી ઈશ્વર જોશી નામના તાંત્રિકની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ પીડિ મહિલાને ઘણા સમયથી માનસિક અશાંતિ લાગી રહી હતી. મહિલાએ ટીવીમાં જાહેરાત જોઈને ઢોંગી તાંત્રિક બાબાનો સંપર્ક કર્યો હતો. જે બાદ આ ઢોંગી તાંત્રિકે પીડિત મહિલાને માનસિક અશાંતિ દૂર કરવાની લાલચ આપી હતી અને મહિલા પાસેથી 2.73 લાખ રુપિયા પડાવ્યા હતા. ફરિયાદના આધારે ઢોંગી તાંત્રિકને રાજસ્થાનથી ભક્તિનગર પોલીસે ઝડપી લીધો હતો.