ચૂંટણી 2022નેશનલ

રાજસ્થાનમાં નવા – જૂનીના એંધાણ, ગેહલોત જૂથના નેતાને મળી પાયલોટ દિલ્હી રવાના

Text To Speech

રાજસ્થાનમાં રાજકીય માહોલ બરાબર જામ્યો છે. તેની વચ્ચે આજે સચિન પાયલટ જયપુરથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મળતી માહિતી મુજબ તે હવે દશેરા પછી જ જયપુર પરત ફરશે. જો કે મહત્વની બાબત એ છે કે દિલ્હી જતા પહેલા સચિન પાયલટે જયપુરમાં પ્રતાપ સિંહ ખાચરીયાવાસ અને રાજેન્દ્ર અંગુડા સહિત ઘણા નેતાઓને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રતાપ સિંહ ખાચરીયાવાસ અશોક ગેહલોતના કેમ્પના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પાયલોટની ખાચરીયાવાસીઓ સાથેની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે તેમના દિલ્હીથી આવ્યા બાદ રાજસ્થાનમાં ફરી નવા જુનીના એંધાણ છે.

આ પણ વાંચો : જામનગરમાંથી ઝડપાયું 10 કિલો MD ડ્રગ્સ, એકની ધરપકડ

ધારાસભ્યોએ શરૂ કર્યા પાયલોટના વખાણ

આ રાજકીય માહોલમાં સચિન પાયલટ વતી રાજસ્થાન સરકારના મંત્રી રાજેન્દ્ર ગુડાએ જવાબદારી સંભાળી છે. રાજેન્દ્ર ગુડાએ નામ લીધા વગર મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના સમર્થક ધારાસભ્યો પર પ્રહાર કર્યા હતા. રાજેન્દ્ર ગુડાએ આરોપ લગાવ્યો હતો કે સચિન પાયલટ મહાભારતના અભિમન્યુની જેમ કપટથી ઘેરાયેલા છે. આ સાથે તેણે સચિન પાયલટના જોરદાર વખાણ પણ કર્યા હતા. રાજસ્થાન સરકારના મંત્રીએ કહ્યું હતું કે આ માણસ (સચિન પાયલટ) એટલો સારો છે કે અમે તેની સાથે છીએ. તેણે એમ પણ કહ્યું કે સચિન પાયલટને છેતરપિંડી કરનારાઓ તરફથી ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેણે સાંભળ્યું નહીં. રાજેન્દ્ર ગુડાએ ગેહલોત તરફી ધારાસભ્યો પર સીધો પ્રહાર કરતા કહ્યું કે જ્યારે દિલ્હીથી નિરીક્ષકો આવ્યા ત્યારે તેમણે પણ હાઈકમાન્ડ સામે બળવો કર્યો.

Back to top button